ડેસર પરમાર ચિરાગ

વડોદરા જિલ્લાના ડેસર ટાઉનમાં ગૌવંશના માંસના શંકાસ્પદ જથ્થાને લઈને પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ડેસરના ઘાંચી વગામાં મસ્જિદ નજીકના ઘરમાંથી ગાય કાપવામાં આવી હોવાની બાતમીના આધારે ડેસર પોલીસે દરોડો પાડી મકાનમાંથી માંસના ટુકડા, ચરબી અને માંસ કાપવા માટે ઉપયોગમાં લેવાતાં વિવિધ સાધનો કબજે કર્યાં હતાં. ઘટનાને પગલે વિસ્તારમાં ચર્ચા જાગી છે, જ્યારે પોલીસે સમગ્ર મામલે કાયદેસરની તપાસ હાથ ધરી છે. બાતમીના આધારે પોલીસની ટીમ સ્થળ પર પહોંચીમળતી માહિતી અનુસાર, ડેસર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. આર.જે. ચુડાસમા પોલીસ સ્ટાફ અને સ્થાનિક આગેવાનો સાથે ઘાંચી વગા ખાતે પહોંચ્યા હતા. ત્યાં જબીરભાઈ મહમદભાઈ ઘાંચીના મકાનની બહાર કાળા રંગની તાડપત્રી બાંધેલી જોવા મળી હતી.ત્યારબાદ તેમના ત્રીજા નંબરના બંધમકાનમાં તપાસ કરવામાં આવતાં અંદર કોઈ વ્યક્તિ મળી આવી નહોતી. પોલીસે મકાનના રૂમમાં તપાસ કરતાં શંકાસ્પદ માંસનો જથ્થો અને માંસ કાપવાનાં સાધનો મળી આવ્યાં હતાં. રૂમમાંથી માંસ અને વિવિધ સાધનો મળી આવ્યાંપોલીસની તપાસ દરમિયાન આશરે 15 બાય 15 ફૂટના રૂમમાંથી નીચે મુજબની વસ્તુઓ મળી આવી હતી:વાદળી રંગના પ્લાસ્ટિકના ટબમાં માંસના ટુકડા.સફેદ રંગની ડોલમાં ચરબી તથા માંસના લોચા.માંસ કાપવા માટે ઉપયોગમાં લેવાતો લાકડાનો ગોળ ટીબલો.અલગ-અલગ કદની નાની-મોટી છરીઓ.લોખંડના હાથાવાળાં વિવિધ સાધનો.આ તમામ વસ્તુઓને લઈને પોલીસે પંચોની હાજરીમાં જરૂરી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.વેટરનરી ડોક્ટરને બોલાવી સેમ્પલ લેવાની કાર્યવાહીઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે સ્થળ પર વેટરનરી ડોક્ટરને બોલાવ્યા હતા. માંસના નમૂના લેવાની કાર્યવાહી હાથ ધરીને જરૂરી તપાસ માટેની પ્રક્રિયા કરવામાં આવી હતી.નોંધનીય છે કે, સ્થળ પરથી મળી આવેલા માંસની પ્રજાતિ અંગે અંતિમ પુષ્ટિ ફોરેન્સિક તપાસના રિપોર્ટના આધારે જ કરવી યોગ્ય છે. પોલીસ તપાસમાં સામે આવનારી વિગતોના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.સમગ્ર મામલે પોલીસ તપાસ તેજ ડેસરના ઘાંચી વગામાંથી શંકાસ્પદ માંસનો જથ્થો અને માંસ કાપવાનાં સાધનો મળી આવતાં પોલીસે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. માંસ ક્યાંથી લાવવામાં આવ્યું હતું, તેનો ઉપયોગ શેના માટે થતો હતો અને આ મામલે અન્ય કોઈની સંડોવણી છે કે કેમ, તે સહિતના મુદ્દાઓ તપાસના આધારે સ્પષ્ટ થશે.હાલ સમગ્ર મામલે પોલીસની આગળની કાર્યવાહી અને તપાસના પરિણામો પર નજર છે










