તા.૦૯.૧૦.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ 
Dahodદાહોદ જિલ્લાના ઉચવાણિયા ખાતે ‘સેવા સેતુ’ કાર્યક્રમ યોજાયો
197 લાભાર્થીઓની OPD તપાસ, 86 PMJAY લાભાર્થીઓને સેવા અને 131 લાભાર્થીઓનું ટીબી સ્ક્રીનિંગ કરાયું દાહોદ જિલ્લામાં રાજ્ય સરકારના ‘સેવા સેતુ’ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા પંચાયત સીટ ઉચવાણિયા ખાતે આરોગ્ય સહિત વિવિધ સરકારી સેવાઓનો લાભ નાગરિકોને મળી રહે તે હેતુથી કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં ગ્રામજનો અને લાભાર્થીઓએ વિવિધ સેવાઓનો લાભ લીધો હતો.કેમ્પ દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા 197 લાભાર્થીઓની OPD તપાસ કરવામાં આવી હતી. ઉપરાંત 132 લાભાર્થીઓનું બ્લડ પ્રેશર અને બ્લડ સુગર ચેકિંગ કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) અંતર્ગત 86 લાભાર્થીઓને લગતી કામગીરી કરવામાં આવી હતી. તેમજ નમો અને પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના (PMMVY) અંતર્ગત 3 લાભાર્થીઓને સેવાઓનો લાભ આપવામાં આવ્યો હત આ ઉપરાંત ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પોર્ટેબલ એક્સ-રે મશીન દ્વારા 131 લાભાર્થીઓનું ટીબી સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. ટીબીના વહેલા નિદાન, સમયસર સારવાર અને રોગથી બચવા અંગે આરોગ્ય વિભાગ દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં તાલુકા પ્રમુખ અનિલ કિશોરી, મામલતદાર, ભાજપ મહામંત્રી મુકેશભાઈ લબાના,તાલુકા પંચાયત સભ્યશ્, જિલ્લા પંચાયત સભ્ય, વિવિધ ગામોના સરપંચઓ , મેડિકલ ઓફિસરઓ તથા આરોગ્યા વિભાગના MPHW, FHW, આશા કાર્યકરો અને RBSK ટીમના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.‘સેવા સેતુ’ કાર્યક્રમના માધ્યમથી નાગરિકોને આરોગ્ય તપાસ, સરકારી યોજનાઓ અને ટીબી સ્ક્રીનિંગ જેવી વિવિધ સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. આ પહેલથી ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને ઘરઆંગણે આરોગ્યલક્ષી સેવાઓનો લાભ મળ્યો હતો










