દેવગઢ બારીયા તાલુકાના અંતેલા કન્યાશાળામાં 108 ટીમ અને આરોગ્ય વિભાગ દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટની તાલીમ યોજાઈ

તા.૦૯.૧૦.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Bariya:દેવગઢ બારીયા તાલુકાના અંતેલા કન્યાશાળામાં 108 ટીમ અને આરોગ્ય વિભાગ દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટની તાલીમ યોજાઈ

417 વિદ્યાર્થીઓ અને 20 શાળાના કર્મચારીઓને CPR તથા આપત્તિના સમયે પ્રાથમિક સારવાર અંગે માર્ગદર્શન અપાયું દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના અંતેલા ખાતે G.L.R.S. PMશ્રી કન્યાશાળામાં 108 ઇમરજન્સી સેવા ટીમ અને આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંતર્ગત તાલીમ કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને શાળાના સ્ટાફને આપત્તિના સમયે કટોકટીની પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરવો, ઈજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક પ્રાથમિક સારવાર કેવી રીતે આપવી તેમજ CPR કેવી રીતે કરવું તે અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.તાલીમ દરમિયાન આપત્તિના સમયે ગભરાયા વિના પરિસ્થિતિનો સામનો કરવા, સમયસર મદદ મેળવવા અને ઈમરજન્સીની સ્થિતિમાં જીવન બચાવવા માટે લેવામાં આવતાં જરૂરી પગલાં વિશે સમજાવવામાં આવ્યું હતું. ખાસ કરીને, વ્યક્તિ અચાનક બેભાન થઈ જાય અથવા શ્વાસ લેવામાં તકલીફ પડે તેવી કટોકટીની સ્થિતિમાં CPRનું શું મહત્ત્વ છે તે સમજાવી, નિષ્ણાતો દ્વારા CPRની પ્રત્યક્ષ નિદર્શન સાથે તાલીમ આપવામાં આવી હતી. આ ઉપરાંત, અકસ્માત કે અન્ય આપત્તિના સમયે ઈજાગ્રસ્ત વ્યક્તિને તબીબી સહાય મળે ત્યાં સુધી કઈ રીતે પ્રાથમિક સારવાર આપવી તેની પણ સમજ આપવામાં આવી હતી.આ તાલીમ કાર્યક્રમમાં શાળાના કુલ 417 વિદ્યાર્થીઓ અને 20 શાળા કર્મચારીઓ સહિત કુલ 437 લોકોએ ભાગ લીધો હતો. તાલીમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ અને શાળા સ્ટાફમાં આપત્તિ વ્યવસ્થાપન અંગે જાગૃતિ લાવવાનો તેમજ કટોકટીના સમયે તાત્કાલિક અને યોગ્ય પગલાં લેવા માટે સજ્જ કરવાનો હતો.કાર્યક્રમમાં જિલ્લા પ્રોજેક્ટ અધિકારી જયેશકુમાર જી. ગાડીલુહાર, દેવગઢ બારીયા 108ના મેનેજર મતીનભાઈ ઠાકોર તેમજ અંતેલા આરોગ્ય વિભાગના મેડિકલ ઓફિસર ઉપસ્થિત રહ્યા હતા. 108 ટીમ અને આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ તાલીમ વિદ્યાર્થીઓ તથા શાળાના કર્મચારીઓ માટે ઉપયોગી બની હતી. આવી તાલીમ દ્વારા આપત્તિના સમયે જાનમાલનું નુકસાન ઘટાડવા અને કટોકટીમાં યોગ્ય પ્રતિસાદ આપવા અંગે જાગૃતિ કેળવવામાં મદદ મળે છે

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો