કાલોલના બેઢિયા ગામે પુરઝડપે આવતી બાઈકે સર્જ્યો અકસ્માત: ખેતરેથી પરત ફરતા ખેડૂતને ટક્કર મારી ચાલક બાઈક મૂકી ફરાર.

તારીખ ૦૯/૧૦/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના બેઢિયા ગામે ગત સાંજે એક ગંભીર માર્ગ અકસ્માતની ઘટના બની છે. પુરઝડપે અને ગફલતભરી રીતે આવતા બાઈક ચાલકે ખેતરેથી ઘરે પરત ફરી રહેલા આધેડને અડફેટે લેતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માત બાદ આરોપી ચાલક પોતાની બાઈક સ્થળ પર જ મૂકી ફરાર થઈ ગયો હતો.

ફરિયાદી દિપસિંહ કનકસિંહ ચૌહાણ, ઉ.વ. 27, રહે. બેઢિયા એ વેજલપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેમના જણાવ્યા અનુસાર, ગઈ તા. 07/10/2026 ના રોજ સાંજે સાડા સાત વાગ્યાની આસપાસ તેમના પિતા કનકસિંહ હમીરસિંહ ચૌહાણ પોતાના ભાઈની મોટરસાયકલ લઈને ખેતરમાં પાણી મૂકીને ઘરે પરત આવી રહ્યા હતા.તે દરમિયાન તેમના ઘરથી થોડે દૂર કિરણસિંહ હમીરસિંહ ચૌહાણના ઘર સામેના રોડ પર સામેથી આવી રહેલી GJ-17-CJ-2198 નંબરની મોટરસાયકલના ચાલકે પોતાના કબજાની ગાડી પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી ફરિયાદીના પિતાની GJ-17-CQ-5997 નંબરની બાઈકને સામેથી જોરદાર ટક્કર મારી હતી. અને ટક્કર એટલી જોરદાર હતી કે કનકસિંહ રોડ પર પટકાયા હતા અને તેમને માથાના ભાગે તેમજ બંને હાથે-પગે ગંભીર ઇજાઓ થઈ હતી. અકસ્માતનો અવાજ સાંભળી આસપાસના લોકો અને પરિવારજનો દોડી આવ્યા હતા. સ્થળ પર રહેલા સાહેદોએ અકસ્માતની જાણ પરિવારને કરી હતી. ત્યારે ઈજાગ્રસ્તને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓ હાલ સારવાર હેઠળ છે. જ્યાં બનાવ અંગે ફરિયાદીએ આરોપી બાઈક ના અજાણ્યા ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ફરિયાદ નોંધાવતા વેજલપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો