જાહેર રસ્તાઓ ઉપર ફરતા પશુઓના પ્રશ્નોના નિરાકરણ માટે માલધારી સમાજના અગ્રણીઓ સાથે બેઠક 

જાહેર રસ્તાઓ ઉપર ફરતા પશુઓના પ્રશ્નોના નિરાકરણ માટે માલધારી સમાજના અગ્રણીઓ સાથે બેઠક

તાહિર મેમણ – 09/10/2026 – કરમસદ આણંદ મહાનગરપાલિકાના સભાખંડ ખાતે આજે શહેરની વ્યવસ્થા અને શહેરમાં જાહેર રસ્તાઓ ઉપર ફરતા પશુઓના પ્રશ્નોના નિરાકરણ માટે માલધારી સમાજના અગ્રણીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ બેઠકમાં કરમસદ આણંદ મહાનગરપાલિકાના મેયર શ્રી દીપિકાબેન પટેલ અને મ્યુનિસિપલ કમિશનર શ્રી આર. એન. ડોડીયાએ માલધારી સમાજના પ્રતિનિધિઓ સાથે સીધો સંવાદ સાધ્યો હતો. શહેરના નગરજનોની સુરક્ષા અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી આ સંયુક્ત બેઠકમાં વિવિધ પાસાઓ પર વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી.

કરમસદ આણંદ મહાનગરપાલિકાના મેયર શ્રી દીપિકાબેન પટેલ અને મ્યુનિસિપલ કમિશનર શ્રી આર. એન. ડોડીયાએ માલધારી સમાજના પ્રશ્નો સાંભળ્યા હતા અને શહેરના જાહેર માર્ગો પરની વ્યવસ્થા જાળવવા માટે માલધારી સમાજનો સહયોગ અનિવાર્ય હોવાનું જણાવ્યું હતું.

શહેરમાં પશુ નિયંત્રણની કામગીરીને વધુ સુદ્રઢ બનાવવા માટે આણંદ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમ આ બેઠકમાં હાજર રહી હતી અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ દ્વારા જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત મહાનગરપાલિકાના ઢોર ડબ્બા વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને ઢોર પકડવાની કામગીરી કરતી એજન્સીના કર્મચારીઓએ પોતાના મંતવ્યો, અનુભવ વ્યક્ત કર્યા હતા.

મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતી કાર્યવાહી અને માલધારીઓના વ્યવસાય વચ્ચે સમતુલા જળવાઈ રહે તે માટે પરસ્પર સંકલન જાળવવા અને આગામી સમયમાં પશુઓના યોગ્ય વ્યવસ્થાપન માટે માલધારી સમાજના અગ્રણીઓને પોતાના પશુઓ શહેરના રસ્તાઓ ઉપર આમ જનતાને તકલીફ ન પડે તે રીતે છૂટા ન મુકવા માટે ખાસ જણાવવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મનપાના ડેપ્યુટી મેયર કમલેશભાઈ ડાભી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મયૂરભાઈ સુથાર તેમજ ડેપ્યુટી કમિશનર એસ. કે. ગરવાલ ઉપસ્થિત રહ્યા હતા.

*****

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો