વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ
ચીખલીના થાળા ગામમાં અજાણ્યા તસ્કરોની કરતૂત, મકાનનો દરવાજો તોડી બેડરૂમમાંથી દાગીના અને રોકડની ચોરી
નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના થાળા ગામે ભર બપોરે બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોઓએ સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હોવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, થાળા ગામના ગાંધી કોમ્પ્લેક્સના બી-વિભાગમાં બીજા માળે આવેલા ભાડાના મકાનમાં રહેતા નિર્મલભાઈ લેરુદાસ વૈષ્ણવના મકાનમાં તા. ૫ તા. બપોરે ચોરી થઈ હતી. અજાણ્યા ચોરે મકાનના મુખ્ય દરવાજાનું નકુચું તોડી અંદર પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ બેડરૂમમાં દિવાલ સાથે ફિટ કરેલા વોર્ડરોબનું લોક તોડી તેમાં રાખેલા સોના-ચાંદીના અલગ-અલગ દાગીના અને રોકડ રકમની ચોરી કરી હતી.
ફરિયાદમાં ચોરાયેલા મુદ્દામાલની કુલ કિંમત રૂ. ૧,૫૨,૩૦૦ દર્શાવવામાં આવી છે. ઘટનામાં સોના-ચાંદીના દાગીના ઉપરાંત રૂ. ૨૫,૦૦૦ રોકડ રકમની ચોરી થયાનો ઉલ્લેખ છે.
ઘટના અંગે ચીખલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. વધુની તપાસ ચીખલી પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર. એન. વાડલે હાથ ધરી તસ્કરોને પકડવાના ચક્રો ગતિમાન કર્યાં છે










