MORBI:મોરબી નજીક કારમાંથી ₹૬.૫૦ લાખની રોકડ અને દસ્તાવેજો ભરેલી બેગની ચોરી: તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

MORBI:મોરબી નજીક કારમાંથી ₹૬.૫૦ લાખની રોકડ અને દસ્તાવેજો ભરેલી બેગની ચોરી: તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

 

મોરબીના મકનસર નજીક ગેસ એજન્સી ધરાવતા વેપારીની કારમાંથી નજર ચૂકવી અજાણ્યો તસ્કર રૂ. ૬.૫૦ લાખની રોકડ રકમ તેમજ મહત્ત્વના દસ્તાવેજો ભરેલી બેગ ચોરીને ફરાર થઈ ગયો હોવાની ઘટના સામે આવી છે. ધોળા દિવસે બનેલી આ ઘટનાથી વેપારી આલમમાં ચકચાર મચી જવા પામી છે.

બનાવની વિગતો મુજબ, મોરબીના આલાપ રોડ પર રહેતા અને વેપાર કરતા રાજેશભાઈ વીરજીભાઈ ફેફરે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ફરિયાદીની માલિકીની ગ્રાન્ડ વિટારા કાર (રજિસ્ટ્રેશન નંબર: જીજે-૩૬-એ.એલ.-૨૨૨૯) માં ડ્રાઇવર સીટની બાજુમાં રાખેલી બેગ તસ્કરે છૂપી રીતે ઉઠાવી લીધી હતી.

આ બેગમાં રૂ. ૬,૫૦,૦૦૦ની માતબર રોકડ રકમ ઉપરાંત પરિવારજનોની વિવિધ બેંકોની પાસબુક, ચેકબુક અને રેશનકાર્ડ જેવા મહત્ત્વપૂર્ણ દસ્તાવેજો હતા. વેપારીની નજર ચૂકવી ચોર ઇસમ બેગ લઈને રફુચક્કર થઈ ગયો હતો.

આ મામલે મોરબી તાલુકા પોલીસે રાજેશભાઈ ફેફરની ફરિયાદના આધારે અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધી, સીસીટીવી ફૂટેજ સહિતના ટેકનિકલ પુરાવાઓની મદદથી તસ્કરને ઝડપી પાડવા કાયદેસરની તપાસ હાથ ધરી છે

48
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો