અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મેઘરજના સિસોદરા (મેઘાઈ) ગામે શરદ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરાઈ,મેઘાઈ માતાના મંદિર ખાતે યોજાયેલા રાસગરબામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા
મેઘરજ તાલુકાના સિસોદરા (મેઘાઈ) ગામે વાત્રક નદીના કિનારે આવેલા પ્રાચીન મેઘાઈ માતાજીના મંદિરે શરદ પૂર્ણિમા નિમિત્તે ભવ્ય રાસગરબાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મેઘરજ તાલુકા સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને રાત્રિના સમયે રાસગરબાની રમઝટ માણી હતી.

સિસોદરા (મેઘાઈ) ગામે વાત્રક નદીના કિનારે આવેલું મેઘાઈ માતાજીનું પ્રાચીન મંદિર શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું પ્રતીક છે. દર પૂર્ણિમાએ અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીનાં દર્શનાર્થે આવતા હોય છે. ત્યારે શરદ પૂર્ણિમાના પાવન અવસરે અરવલ્લી જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ ભિખાજી ઠાકોરના માર્ગદર્શન હેઠળ ભવ્ય રાસગરબાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં તાલુકાભરમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. રાત્રિના સમયે રાસગરબાની રમઝટ સાથે સમગ્ર મંદિર પરિસર ભક્તિમય માહોલમાં રંગાઈ ગયું હતું. કાર્યક્રમ દરમિયાન જિલ્લા, તાલુકા અને ગામના આગેવાનો સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા










