વઢવાણ ખાતે ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશીનો ભવ્ય અભિવાદન સમારોહ યોજાયો

તા.01/10/2026/બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર 

પ્રદેશ મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ સહિતના ભાજપના વરિષ્ઠ નેતાઓ અને વિવિધ સમાજના અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતિ, સુરેન્દ્રનગર: ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે વઢવાણના પૂર્વ ધારાસભ્ય શ્રીમતી વર્ષાબેન દોશીની વરણી થતાં જ સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પરિવાર અને કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ અને હર્ષોલ્લાસનો માહોલ છવાયો છે. આ નવનિયુક્તિને વધાવવા અને તેમનું સન્માન કરવા માટે વઢવાણ વિધાનસભા ભાજપ દ્વારા જી. આઈ. ડી. સી. સ્થિત સી.યુ. શાહ મેડિકલ હોલ ખાતે એક ભવ્ય અને ગરિમાપૂર્ણ અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સન્માન સમારોહમાં ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ મુખ્ય મહેમાન તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વિવિધ સમાજના અગ્રણીઓ, વેપારી મંડળો, વિવિધ એસોસિયેશનો, ભાજપના વિવિધ મોરચાના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સ્થાનિક નાગરિકોએ હાજરી આપી હતી. ઉપસ્થિત તમામ મહાનુભાવો અને કાર્યકર્તાઓએ શ્રીમતી વર્ષાબેન દોશીને પુષ્પગુચ્છ, સાલ અને સ્મૃતિચિહ્ન અર્પણ કરી તેમની આ નવી સંગઠનાત્મક જવાબદારી બદલ ઉત્સાહભેર શુભેચ્છાઓ પાઠવી હતી. આ અભિવાદન સમારોહમાં અતિથિ વિશેષ તરીકે સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ ટમાલિયા, સુરેન્દ્રનગર લોકસભાના સાંસદ ચંદુભાઈ શિહોરા, ગુજરાત સરકારના નાયબ મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા, જિલ્લા પંચાયત પ્રમુખ રંજનબેન ભુસડીયા તથા સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના મેયર રાકેશભાઈ રાઠોડ સહિતના વરિષ્ઠ નેતાઓ મંચસ્થ રહ્યા હતા. પ્રસંગોચિત ઉદ્બોધનમાં વક્તાઓએ જણાવ્યું હતું કે, પક્ષમાં વર્ષાબેન દોશીની સમર્પિત કામગીરી અને દીર્ઘ અનુભવની નોંધ લઈને કેન્દ્રીય નેતૃત્વ દ્વારા તેમને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ જેવી મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે, જેનાથી સમગ્ર ઝાલાવાડ પંથકનું ગૌરવ વધ્યું છે. આ કાર્યક્રમના સફળ આયોજન બદલ વઢવાણ વિધાનસભા ભાજપ પરિવાર, સુરેન્દ્રનગર મહાનગર ભાજપ પ્રમુખ દેવાંગભાઈ રાવલ અને વઢવાણ તાલુકા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ વસવેલીયા સહિતના નિમંત્રકો અને કાર્યકર્તાઓએ ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર સમારોહ દેશભક્તિ અને કાર્યકર્તાઓના ઉત્સાહપૂર્ણ નારાઓ સાથે સંપન્ન થયો હતો.

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો