MORBI:મોરબી મહાનગરપાલિકાના મહારાણીશ્રી નંદકુંવરબા આશ્રયગૃહ ખાતે રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવ દરમ્યાન મહા આરતી નું આયોજન કરાયું.


મોરબી મહાનગરપાલિકા ની યુ.સી.ડી. શાખા દ્વારા પંડિત દીનદયાળ અંત્યોદય આજીવિકા મિશન યોજના અંતર્ગત શહેરી ઘરવિહોણા લોકોના આશ્રયસ્થાન ઘટક અંતર્ગત મહારાણીશ્રી નંદકુંવરબા અશ્રયગૃહ કાર્યરત છે મોરબી મહાનગરપાલિકાના સંપૂર્ણ સહયોગ હેઠળ શ્રી સિદ્ધિ ખાદીગ્રામ ઉદ્યોગ કેળવણી સંસ્થા દ્વારા સંચાલિત આશ્રયગૃહ ખાતે ગત તા.૨૨ સપ્ટેમ્બર રોજ સાંજે ૭ કલાકે મહા આરતીનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે માન.કમિશનરશ્રી સંગીતા રૈયાણી(IAS), તથા બંને ડેપ્યુટી કમિશનરશ્રી બ્રિજેશ કાલરીયા અને શ્રી સંજયકુમાર સોની દ્વારા મહાઆરતી કરવામાં આવી હતી. તથા મહાપ્રસાદ રેનબસેરાના આશ્રીતો ને આપવામાં આવ્યો હતો. કમિશનરશ્રીએ આશ્રય ગૃહમાં રહેતા નાગરિકો સાથે આત્મીયતાથી મુલાકાત કરી તેમની સુખાકારી અંગે જાણકારી મેળવી હતી તેમજ આશ્રય ગૃહમાં ઉપલબ્ધ સુવિધાઓ અને વ્યવસ્થાઓ અંગે પણ માહિતી મેળવી હતી. મોરબી મહાનગરપાલિકા દ્વારા જરૂરિયાતમંદ અને ઘરવિહોણા નાગરિકોને સુરક્ષિત આશ્રય, સ્વચ્છ વાતાવરણ તથા જરૂરી સુવિધાઓ મળી રહે તે માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આવા કાર્યક્રમો દ્વારા આશ્રય ગૃહમાં રહેતા નાગરિકોમાં પણ આત્મીયતા, સામાજિક જોડાણ અને ઉત્સાહનું વાતાવરણ ઊભું થાય છે. આ પ્રસંગે મહાનગરપાલિકાના અધિકારી-કર્મચારીઓ, આશ્રય ગૃહના સંચાલકો તથા લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.













