હાલોલના રવાલીયા ગામે સન ફાર્મા કંપની ધ્વારા નવનિર્મિત આંગણવાડીનું ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમારના હસ્તે લોકાર્પણ કરાયું 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨૮.૯.૨૦૨૬

હાલોલ તાલુકાના રવાલીયા ગામે ગ્રામીણ બાળકોના શિક્ષણ અને સ્વાસ્થ્યના સર્વાંગી વિકાસ માટે એક સરાહનીય પહેલ કરવામાં આવી છે. રવાલીયા ગામે સન ફાર્મા કંપનીના CSR (કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી) વિભાગ દ્વારા નવનિર્મિત આધુનિક આંગણવાડીનું ભવ્ય ઉદ્ઘાટન હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમારના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમારે પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, “બાળકો એ દેશનું ભવિષ્ય છે. આંગણવાડી એ બાળકોના બાળપણ અને શિક્ષણનો પાયો છે. સન ફાર્મા કંપની દ્વારા CSR પ્રવૃત્તિઓ અંતર્ગત કરવામાં આવેલું આ કાર્ય ખૂબ જ પ્રશંસનીય છે અને તેનાથી ગામના ભૂલકાંઓને ઉત્તમના ઉત્તમ સુવિધાઓ સાથેનું સુંદર વાતાવરણ મળશે.”આ ઉદ્ઘાટન સમારોહમાં સન ફાર્મા કંપનીના CSR હેડ પ્રતીકભાઈ પંડ્યા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કંપની દ્વારા હાથ ધરાતી સામાજિક જવાબદારીની વિવિધ પ્રવૃત્તિઓ અને ગ્રામીણ વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા પ્રોગ્રામ ઓફિસર, ભાજપ તાલુકા પ્રમુખ, રવાલીયા ગામના સરપંચ તેમજ સ્થાનિક રાજકીય અને સામાજિક આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આંગણવાડીના લોકાર્પણને લઈને રવાલીયા ગામના ગ્રામજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં ગ્રામજનો તથા મહિલાઓ આ પ્રસંગે હાજર રહ્યા હતા. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌ મહાનુભાવોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

37
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો