**સાબરકાંઠા: સાબલી નજીક ક્વોરીમાં બ્લાસ્ટિંગ દરમિયાન સ્કૂલ વાન પર પથ્થર પડ્યો,**

**સાબરકાંઠા: સાબલી નજીક ક્વોરીમાં બ્લાસ્ટિંગ દરમિયાન સ્કૂલ વાન પર પથ્થર પડ્યો,**

બાળકો સુરક્ષિત**

 

સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના સાબલી ગામ પાસે આજે એક ગંભીર ઘટના બની છે. રામાયણ અને મહાભારત ગામ વચ્ચે ડુંગરની તળેટીમાં આવેલી સિદ્ધેશ્વરી ક્વોરીમાં બ્લાસ્ટિંગ દરમિયાન એક મોટો પથ્થર સ્કૂલ વાન પર પડ્યો હતો.

ચિત્રોડા ગામની જ્યોતિ વિદ્યાલયના બાળકોને લઈ જતી વાન ક્વોરી પાસેથી પસાર થતી હતી ત્યારે આ ઘટના બની. બ્લાસ્ટિંગથી ઉડેલો પથ્થર વાન પર પડતાં બાળકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. સદનસીબે વાનમાં સવાર તમામ બાળકો સુરક્ષિત રહ્યા અને કોઈ જાનહાનિ થઈ નથી.

આ ઘટના બાદ આસપાસના ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે ક્વોરીમાં વારંવાર બ્લાસ્ટિંગ કરવામાં આવે છે, છતાં સુરક્ષાના પૂરતા પગલાં લેવામાં આવતા નથી. તેમણે ભૂસ્તરશાસ્ત્રી અને ઈડર મામલતદારને ટેલિફોનિક જાણ કરી હતી, પરંતુ તંત્ર સ્થળ પર પહોંચ્યું ન હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.

ગ્રામજનો હાલ આક્રમક મૂડમાં છે અને ક્વોરી તાત્કાલિક બંધ કરવાની માગ કરી રહ્યા છે. તેમનો પ્રશ્ન છે કે ક્વોરીને બ્લાસ્ટિંગની મંજૂરી છે કે નહીં? અને સુરક્ષાના નિયમોનું પાલન થાય છે કે નહીં? આ અંગે તપાસ કરવાની માગ પણ ઉઠી છે.

ગ્રામજનો કહે છે કે ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે ક્વોરીને તાત્કાલિક બંધ કરવી જોઈએ. હાલ ગ્રામજનો તંત્રની કાર્યવાહીની રાહ જોઈ રહ્યા છે.

જયંતિ પરમાર સાબરકાંઠા

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો