WAKANER:વાંકાનેર બી.આર.સી. ભવન ખાતે દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે એસેસમેન્ટ કેમ્પ યોજાયો: ૧૧૫ બાળકોએ લીધો લાભ

વાંકાનેર:સમગ્ર શિક્ષા રાજ્ય કચેરીની સૂચના અનુસાર તેમજ એલિમ્કો (ALIMCO) સંસ્થાના સહયોગથી મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના બી.આર.સી. ભવન ખાતે વિવિધ દિવ્યાંગતા ધરાવતા વિદ્યાર્થીઓ માટે એક વિશેષ એસેસમેન્ટ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય દિવ્યાંગ બાળકો પોતાની જરૂરિયાત મુજબના યોગ્ય સાધન-સહાય મેળવી શકે, તેમનું દૈનિક જીવન સરળ બને અને તેઓ કોઈપણ અવરોધ વગર પોતાનું શિક્ષણ આગળ ધપાવી શકે તે માટે પ્રાથમિક મૂલ્યાંકન કરવાનો હતો.
આ કેમ્પમાં તાલુકાભરમાંથી વિવિધ દિવ્યાંગતા ધરાવતા કુલ ૧૧૫ વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહી લાભ લીધો હતો. તજજ્ઞો દ્વારા તમામ બાળકોની તપાસ કરી જરૂરી સાધન-સહાય અંગેનું મૂલ્યાંકન હાથ ધરાયું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે વાંકાનેર બી.આર.સી. ભવનના સમગ્ર સ્ટાફે ભારે જહેમત ઉઠાવી સુચારુ આયોજન પૂરું પાડ્યું હતું.













