ડાંગ જિલ્લા એ.એન.ટી.એફ. અને સાપુતારા પોલીસની સંયુક્ત કાર્યવાહી..

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

ડાંગ પોલીસની ટીમે 0.464 કિલો ગાંજા સાથે બે આરોપીઓ ઝડપાયા; રૂ. 68,050નો મુદ્દામાલ જપ્ત..

ડાંગ જિલ્લા પોલીસ દ્વારા નશીલા પદાર્થોના ગેરકાયદે સંગ્રહ, વેચાણ, વાવેતર અને હેરાફેરી સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.ત્યારે ડાંગ જિલ્લા એ.એન.ટી.એફ. (એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ) અને સાપુતારા પોલીસની સંયુક્ત ટીમે સાપુતારા પોલીસ મથકની હદમાં આવેલા જાખાના ગામેથી 0.464 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક દંપતીને ઝડપી પાડ્યું છે. પોલીસે ગાંજા સહિત કુલ રૂ. 68,050નો મુદ્દામાલ કબજે કરી બંને આરોપીઓ વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક પૂજા યાદવ તથા નાયબ પોલીસ અધિક્ષક જે.પી. નલવાયા દ્વારા ‘NO DRUGS IN SOUTH GUJARAT’ અભિયાનને સફળ બનાવવા અને જિલ્લામાં નશીલા પદાર્થોની બદીને નાબૂદ કરવા માટે ગેરકાયદે માદક પદાર્થોનો સંગ્રહ, વેચાણ, વાવેતર તથા હેરાફેરી કરતા ઇસમો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.આ સૂચનાના અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર એ.એ. ચાવડા તથા ડાંગ એ.એન.ટી.એફ.ના પોલીસ સબ-ઇન્સ્પેક્ટર એમ.એસ. રાજપૂત અને તેમની ટીમે સાપુતારા પોલીસ મથકના સ્ટાફ સાથે સંયુક્ત રીતે કાર્યવાહી હાથ ધરી હતી.તા. 22 ઓક્ટોબર, 2026ના રોજ એ.એન.ટી.એફ.ના પોલીસ સબ-ઇન્સ્પેક્ટર એમ.એસ. રાજપૂત તથા તેમની ટીમ અને સાપુતારા પોલીસ મથકના સ્ટાફ દ્વારા સાપુતારા પોલીસ મથકની હદમાં આવેલા જાખાના ગામે હનુમાનજીના મંદિર પાસે જાહેર માર્ગ પર વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતુ.આ દરમિયાન એન.ડી.પી.એસ. સંબંધિત વોચ પણ રાખવામાં આવી રહી હતી.તે દરમિયાન અધૂરી રજિસ્ટ્રેશન નંબર પ્લેટ ધરાવતી એવેન્જર મોટરસાઇકલ પર સવાર એક પુરુષ અને એક મહિલા શંકાસ્પદ જણાતાં પોલીસે મોટરસાઇકલ અટકાવી બંનેની તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન બંનેની વચ્ચે મૂકેલી કાપડની થેલીમાંથી પ્લાસ્ટિકની થેલીમાં રાખેલો વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો મળી આવ્યો હતો.મહારાષ્ટ્રના વોન્ટેડ શખ્સ પાસેથી ગાંજો લાવ્યાની પ્રાથમિક વિગતો

પોલીસે ઝડપાયેલા આરોપીઓની ઓળખ ગણેશભાઈ રમેશભાઈ માહલા (ઉંમર 33 વર્ષ, વ્યવસાયે ખેતીકામ) અને હંસાબેન ગણેશભાઈ માહલા (ઉંમર 29 વર્ષ, વ્યવસાયે ઘરકામ) તરીકે કરી છે. બંને આરોપીઓ મહારાષ્ટ્રના ધુળિયા જિલ્લાના શિરપુર તાલુકામાં આવેલા લાકડિયા હનુમાન ખાતે રહેતા મહારાજ નામના વોન્ટેડ આરોપી પાસેથી વેચાણના હેતુથી ગાંજો લાવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.આ કાર્યવાહી દરમિયાન પોલીસે 0.464 કિલોગ્રામ ગાંજો, જેની કિંમત રૂ. 23,200 થાય છે, તેમજ અન્ય મુદ્દામાલ સહિત કુલ રૂ. 68,050નો મુદ્દામાલ કબજે કર્યો છે.આ મામલે બંને આરોપીઓ વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.ડાંગ પોલીસ દ્વારા ગાંજાના જથ્થાના સ્ત્રોત, તેની હેરાફેરીમાં સંડોવાયેલા અન્ય શખ્સો તથા મહારાજ નામના વોન્ટેડ આરોપીની સંડોવણી અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે..

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો