ચંદ્રવદન બી મકવાણા

આદિવાસી સમાજ તેની આગવી સંસ્કૃતિની ઓળખ માટે જાણીતો છે. “પ્રકૃતિદેવો ભવ” ની ભાવના સાથે પ્રથમ કોઇપણકાર્યમાં પ્રકૃતિની પુજા કરીને કાર્યની શરૂઆત કરે છે. સમાજની જુદી જુદી પરંપરાઓ રહી છે. દક્ષિણ ગુજરાત આદિવાસી સમાજવાઘબારસની પણ વિશિષ્ટ રીતે ઉજવણી કરે છે. કુકણા અને વારલી સમાજ આસો સુદ–૧૨ અને ઢોડિયા સમાજ આસો વદ ૧૨ નાદિવસે વાઘબારસની ઉજવણી કરે છે.
વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા સહિતના આદિવાસી વિસ્તારોમાં વાઘ બારસનું પર્વ પ્રકૃતિ, વન્યજીવો અને પશુધનપ્રત્યેની આસ્થા સાથે જોડાયેલું છે. ખાસ કરીને ઢોડિયા આદિવાસી સમુદાયોમાં વાઘદેવની પૂજા કરવાની પરંપરા રહી છે. આ પૂજાનોમુખ્ય ભાવ માનવજીવન અને પાલતુ પશુઓનું જંગલી પ્રાણીઓથી રક્ષણ થાય તથા ગામમાં સુખ–શાંતિ જળવાઈ રહે તેવો છે.
આદિવાસી લોકમાન્યતાઓમાં વાઘને શક્તિશાળી વન્યજીવ અને વનદેવના પ્રતીક તરીકે આદર આપવામાં આવે છે. ભૂતકાળમાં જંગલ સાથે ગાઢ સંબંધ ધરાવતા આદિવાસી પરિવારો માટે વાઘ અને અન્ય વન્યજીવોનું અસ્તિત્વ દૈનિક જીવનનોમહત્વનો ભાગ હતો. પશુધન અને માનવજીવનના રક્ષણની પ્રાર્થના સાથે વાઘદેવની પૂજા થાય છે.
પરંપરા મુજબ ગામમાં આવેલા વાઘદેવના સ્થાનકે અથવા પરંપરાગત પૂજાસ્થળે પૂજા કરવામાં આવે છે. સ્થાનિકમાન્યતાઓ અનુસાર પૂજા સામગ્રી, નૈવેદ્ય અને પ્રસાદ અર્પણ કરવામાં આવે છે. કેટલાક વિસ્તારોમાં ખીરનો પ્રસાદ ધરાવવાનોઉલ્લેખ મળે છે.
ધરમપુર તાલુકાના સજનીબરડા ગામે વાઘબારસની ઉજવણી અવસરે ગામના પોલીસ પટેલ નાનુભાઇ લક્ષુભાઇ દેશમુખજણાવે છે કે, વાઘદેવની પુજા પહેલા ડુંગરપર માવલી માતાની પુજા અર્ચના કરવામાં આવે છે અને ત્યારબાદ વાઘદેવની પુજા ગામલોકોભેગા મળીને કરે છે. વાઘદેવની પુજાનો મુખ્ય આશય ગામની રક્ષા માટે છે. લોકોની સુખશાંતિ વધે, ઢોરઢાખરનું રક્ષણ થાય, ગામલોકોને કોઇ મુશ્કેલી ન પડે તે છે. જયાં એક બંધારણ પણ કરવામાં આવે છે. ઘાસના બે પુળા લઇ સળગાવી તેના ઉપરથીગામના કોટવાળ ત્રણવાર કુદે છે. જેને માતાજી માટેનો હોમ કહેવાય છે. ખાસ કરીને પશુધનની સુખાકારી માટે ગાય, ભેંસ, બકરીસહિતનાં પાલતુ પશુઓ સુરક્ષિત રહે અને જંગલી પ્રાણીઓથી નુકસાન ન થાય તેવી પ્રાર્થના કરવામાં આવે છે. એવુ કહેવાય છે કે, નવરાત્રિ ના દશેરા પૂજન બાદ ડુંગર દેવ અને માવલી માતાની પૂજા કરવાની શરૂઆત થાય છે.
તેઓ વધુમાં કહે છે કે, વાઘદેવની પુજા સાથે વિશેષ ધ્યાન એ પણ રાખવામાં આવે છે કે, ભીસાસુરની વિશેષ બલી એટલે કેવાઘદેવથી ઉઘાં બેસીને ભગત પડદો રાખીને નાળયેર ચઢાવે છે એટલે કે બલી આપે છે. કહેવાય છે કે ભીસાસુરને આંખ સામે આંખમીલાવી શકતા નથી એટલે પડદો રાખવામાં આવે છે. જેથી કોઇ નુકશાન ન થાય.
સજનીબરડાના ગુલાબભાઇ ખરપડે જણાવે છે કે, અગાઉ ગામમાં ઢોર–ઢાંખર ન હતા. જેથી કુંકણા પવાર નું કુટુંબને ગામમાંવસાવ્યા જે પશુપાલનનો વ્યવસાય કરતા, આજે ગામ પશુપાલન વ્યવસાય કરે છે. અને વાર–તહેવારે આદિવાસીઓનાદેવી–દેવતાઓની પુજા કરે છે.
આદિવાસી સમાજની પ્રકૃતિ સાથેની નિકટતા, પશુધન પ્રત્યેની સંવેદના, સામૂહિક જીવન અને પેઢી દર પેઢી આગળ વધતીલોકપરંપરાઓને સમજવાની તક પણ છે.
ગામના લોકો પરંપરા મુજબ એકત્ર થઈ પ્રકૃતિ વિધિઓમાં ભાગ લે છે અને લોકરીતિઓ દ્વારા પોતાની સાંસ્કૃતિક ઓળખજાળવે છે. ઢોડિયા અને કુંકણા–વારલી સમાજ વાઘબારસની ઉજવણીમાં થોડી ભિન્નતા જોવા મળે છે. ઢોડિયા સમાજમાંવાઘબારસની ઉજવણી વખતે ખાસ ખીર બનાવવામાં આવે છે. એક ઢોરના ગોવાળિયાને વાઘ બનાવવામાં આવે છે. ગામના નકકીકરેલી જગ્યાએ બધા ઢોર રાખી વચ્ચે ગોવાળિયો એટલે કે વાઘને રાખવામાં આવે છે અને ઢોરને ગોળ ગોળ ફેરવવામાં આવે છે. વાઘને લોકો દ્વારા દેશી ચેવટો (જંગલી ફળ) દ્વારા મારવામાં આવે છે. વાઘ ભાગીને નદી સુધી જાય અને ત્યાંથી મોઢામાં પાણી લઇપાછો આવે છે.
*વિસરાય રહેલી સંસ્કૃતિ*
અગાઉના સમયમાં ગાયોના ગોવાળિયામાં ઉત્સાહ રહેતો, ઢોરને હાંકવા માટે લાકડી જે કોડીનું ઝાડ હોય તેની બનાવી સરસરીતે કલર કરવામાં આવતો અને ઢોર હોય તેના શીંગડા પણ કલર કરવામાં આવતા અને તેની પુજા કરવામાં આવતી. હવે ધીમે ધીમેઆ સંસ્કૃતિ વિસરાય રહી છે.











