ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા દાહોદ જિલ્લાના સુખસર તાલુકાના બલૈયા ખાતે યોગ શિબિર યોજાઇ 

તા.૨૪.૧૦.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Sukhsar:ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા દાહોદ જિલ્લાના સુખસર તાલુકાના બલૈયા ખાતે યોગ શિબિર યોજાઇ

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર ના ખુબ ઉત્સાહિત, પ્રેરણાસ્ત્રોત માર્ગદર્શક ચેરમેને શ્રી આદરણીય યોગ સેવક શિશપાલ જી સાહેબ નાં માર્ગદર્શન દ્વારા તેમજ ઝોન કો ઓર્ડીનેટર શ્રીમતી પિન્કીબેન સલાહ મુજબ દાહોદ જિલ્લાના સુખસર તાલુકામા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય બલૈયા ખાતે યોગ શિબિર યોજાઇ.જેમાં KGBV વોર્ડન શકુંતલાબેન પટેલ નું ગુજરાત રાજ્ય યોગ બોર્ડ નાં પ્રોટોકોલ બૂક થી સ્વાગત જીલ્લા યોગ કો ઓર્ડીનેટર શ્રી ધુળાભાઇ પારગી દ્વારા કર્યું તેમજ યોગ ટ્રેનર મીનાક્ષીબેન મછાર દ્વારા સ્ટાફ ની શિક્ષિકા બહેનો નું સ્વાગત કર્યું.મોટી સંખ્યામાં સ્કૂલ નાં સ્ટાફ તેમજ વિદ્યાર્થી બહેનોએ ભાગ લીધો હતો. આ યોગ શિબિર દ્વારા ઘણા બધા ભાઇ બહેનો યોગ ટ્રેનર ની તાલિમ લેવા માટે તૈયાર થયા.ગુજરાત રાજ્ય યોગ બોર્ડ નાં ચેરમેન આદરણીય યોગ સેવક શ્રી શિશપાલ જી સાહેબના માર્ગદર્શન મા દરેક ગામડા સુધી અને ઘર સુધી યોગ ને પહોચાડવા માટે યોગ કોચ દ્વારા ટ્રેનર ભાઇ બહેનો ને ટ્રેનિંગ આપી ને તૈયાર કરવમાં આવે છે.. સ્કૂલ નાં આચાર્ય સાહેબ દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તેમજ ચેરમેન આદરણીય યોગ સેવક શિશપાલજી સાહેબનો આભાર વ્યક્ત કર્યો હતો. કરો યોગ, રહો નિરોગ યોગ ભગાવે રોગ ઘર ઘર પે હમ જાયેંગે  સબકો યોગ સિખાયેંગે ભારત માતા કી જય.જય જય ગરવી ગુજરાત, રોગ મૂક્ત ગુજરાત..

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો