રાજપીપળાની અદાલતનો મહત્વપૂર્ણ ચુકાદો, સગીરા ઉપર સામૂહિક દુષ્કર્મના કેસમાં આરોપીને આજીવન કેદ

સાગબારાના એક ગામમાં લગ્નમાં આવેલા મહારાષ્ટ્રના ત્રણ નરાધમોએ સગીરાને એકાંતનો લાભ લઈ દુષ્કર્મ આચર્યુ હતું
રાજપીપળા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લા કોર્ટે સગીરા સાથે સામૂહિક દુષ્કર્મના કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો છે ત્રણ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે જેમાં એક મુખ્ય આરોપીને અંતિમ શ્વાસ સુધીની કેદની સજા સંભળાવી ઐતિહાસિક ચુકાદો આપ્યો છે

પ્રસ્તુત કેસમાં હકીકત એવી છે કે ડેડીયાપાડા તાલુકાના એક ગામની સગીરવયની ભોગબનનાર દિકરી ઉપર ગત તા.૦૬/૦૫/૨૦૨૪ ના રોજ લગ્ન પ્રસંગમાં ગયેલ તે વખતે આ કામના ભોગબનનાર બેનને કુદરતી હાજતે જવાનું થતા તે આરોપીઓએ બળજબરી પુર્વક પકડી લઈ અપહરણ કરી એકાંતમાં ખેચી આરોપી 1. બાદલભાઈ સુનિલભાઈ પાડવી એ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું જેમાં આરોપી 2. કિરણભાઈ નેહરૂભાઈ પાડવી આરોપી ૩ દિવ્યેશભાઈ મોહનભાઈ ચૌધરી ઓ દ્વારા સગીરાને પકડી રાખી દુષ્કર્મ કરવામાં આરોપીની મદદગારી કરી હતી તેમજ ભોગબનનાર બહેન અનુ.જનજાતીના હોવાનું જાણવા છતા ભોગબનનાર બહેનનું મોટુ દબાવી રાખી તમામ આરોપીઓએ મારી નાખવાની ધાક–ધમકી આપી એકબીજાની મદદગારી કરી ગુન્હો કર્યો હતો
આ કેસ નર્મદા જીલ્લાના નામદાર એડી.સેસન્સ જજ કે.આર. પંડ્યયા સાહેબની કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં ફરીયાદી તર્ક સરકારી વકીલ જીતેન્દ્રસિંહ જે. ગોહીલનાઓએ ફરીયાદપક્ષે સાહેદો તથા દસ્તાવેજી પુરાવાઓ પોલીસ અમલદાર પી.જે. પંડ્યાના સટિક પુરાવા તેમજ નામદાર હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના જડજમેન્ટો તથા લેખીત તથા મોખીક દલીલો રજૂ કરી નામદાર કોર્ટે સદરપુરાવાઓને ધ્યાનમાં રાખી આરોપી નંબર(૧) બાદલભાઈ સુનિલભાઈ પાડવીને જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ બાબતનાં અધિનીયમ-કલમ ૪,૬,૮,૧૦,૧૭ મુજબના શિક્ષાપાત્ર ગુના અંગે આજીવન કેદ એટલે કે જવનનાં અંતિમ શ્વાસ સધીની સખ્ત કેદની સજા અને રૂ.૧૦,૦૦૦/- નો દંડ કરવામાં આવ્યો છે આરોપી નંબર(૨) કિરણભાઈ નેહરૂભાઈ પાડવી તથા આરોપી નંબર(૩) દિવ્યેશભાઈ મોહનભાઈ ચૌધરી જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ બાબતનાં અધિનીયમ–કલમ ૪,5,૮,૧૦,૧૭ મુજબના શિક્ષાપાત્ર ગુના અંગે ૨૦ વર્ષની સખ્ત કેદની સજા અને રૂ.૧૦,૦૦૦/– નો દંડ કરવામાં આવ્યો છે અને દરેક આરોપીઓને એટ્રોસીટી એકટની કલમ–૩(૨)(૫) મુજબના શિક્ષાપાત્ર ગુના અંગે ૭(સાત) વર્ષની સખ્ત કેદની સજા અને રૂ.૧૦,૦૦૦/– નો દંડ કરવામાં આવ્યો છે અને જો દંડની રકમ ભરવામાં નિષ્ફળ જાયતો વધુ ૬(છ) માસની સાદી કેદની સજા, દરેક આરોપીઓને એટ્રોસીટી એકટની સજા ફટકારતો ઐહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે








