ગણદેવી તાલુકામાં અસંગઠિત શ્રમયોગીઓ માટે જાગૃતિ શિબિરમા સ્થળ પર ઈ-શ્રમ કાર્ડ અને વિસ્તૃત માહિતી અપાઈ

વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

રાજ્ય સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, ગાંધીનગર હસ્તકના ‘ગુજરાત ગ્રામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ’ દ્વારા અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોના સર્વાંગી કલ્યાણ અર્થે વિવિધ યોજનાઓ અમલી બનાવવામાં આવી છે.

આ યોજનાઓનો લાભ વધુમાં વધુ લોકો સુધી પહોંચે તેવા આશયથી, બોર્ડના સભ્ય સચિવ ડો. વાય. એમ. શેખ અને નવસારીના મદદનીશ શ્રમ આયુક્ત જી. એમ. ભૂટકાના માર્ગદર્શન હેઠળ, મદદનીશ સરકારી શ્રમ અધિકારી (ગણદેવી) વી. ડી. પટેલ દ્વારા જાગૃતિ શિબિરોનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ઝુંબેશ અંતર્ગત ગણદેવી તાલુકાના ખાપરીયા તથા મોવાસા રોજ જાગૃતિ શિબિરો યોજીને ઉપસ્થિત શ્રમિકોને કલ્યાણકારી યોજનાઓની વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી.

આ શિબિર દરમિયાન અસંગઠિત શ્રમિકો માટેની મુખ્ય યોજનાઓ જેવી કે અંત્યેષ્ઠિ સહાય યોજના જેમાં લાભાર્થી દીઠ રૂ. ૧૦,૦૦૦/-ની સહાય આપવમાં આવે છે અને શ્રમિક સુરક્ષા જૂથ જનતા અકસ્માત વીમા યોજના જેના અંતર્ગત રૂ. ૪,૦૦૦,૦૦૦/- ની સહાય આપવામાં આવે છે. આવી યોજનાઓ વિષે વિગતવાર સમજણ આપવામાં આવી હતી.

આ ઉપરાંત, ઈ-શ્રમ કાર્ડની નોંધણી પ્રક્રિયા અંગેના માહિતીસભર સાહિત્યનું વિતરણ કરવામાં આવ્યું હતું અને સ્થળ પર જ શ્રમયોગીઓના ઈ-શ્રમ કાર્ડ તૈયાર કરી આપવામાં આવ્યા હતા. વિભાગ દ્વારા જણાવાયું છે કે યોજનાકીય લાભો મેળવવા ઈચ્છુક અસંગઠિત શ્રમયોગીઓએ વધુ માહિતી અને સહાય માટે મદદનીશ સરકારી શ્રમ અધિકારી, ગણદેવીની કચેરીનો સંપર્ક કરવા જણાવાયું છે.

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો