નવસારી: ગણદેવીના મેંધર-ભાટ ગામે ૧૦ દિવસમાં ૧,૦૩,૪૦૦ ચો.મી. થી વધુ સરકારી જમીન પરનાં દબાણો દૂર કરાયા

વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના મેંધર-ભાટ ગામે સરકારી જમીન પર ઊભા કરવામાં આવેલા અનધિકૃત ઝીંગા તળાવો સહિતનાં દબાણો દૂર કરવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. છેલ્લા ૧૦ દિવસ દરમિયાન અંદાજે ૧,૦૩,૪૦૦ ચોરસ મીટરથી વધુ સરકારી જમીન દબાણમુક્ત કરવામાં આવી છે. દબાણો દૂર કરવાની કામગીરી હાલ પણ ચાલુ છે.

જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીના માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી અને મામલતદારના નેતૃત્વમાં આ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. સરકારી જમીન પર વહીવટી તંત્રની મંજૂરી વિના બનાવવામાં આવેલા ઝીંગા તળાવો તથા અન્ય અનધિકૃત દબાણો દૂર કરીને જમીન ખુલ્લી કરાવવામાં આવી રહી છે.

વહીવટી તંત્ર દ્વારા સરકારી જમીનને દબાણમુક્ત બનાવવાના હેતુથી તબક્કાવાર કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. મેંધર-ભાટ વિસ્તારમાં ચાલી રહેલી આ કાર્યવાહી અંતર્ગત મોટા પ્રમાણમાં જમીન ખુલ્લી કરાવવામાં આવી છે. બાકી રહેલાં દબાણો દૂર કરવાની કામગીરી પણ તંત્ર દ્વારા આગળ ધપાવવામાં આવી રહી છે.

ગણદેવી તાલુકાના ભાટ સહિતના વિસ્તારમાં સરકારી જમીન પરનાં અનધિકૃત દબાણો સામે હાથ ધરાયેલી આ કાર્યવાહીથી સરકારી જમીન પુનઃપ્રાપ્ત કરવાની કામગીરીને વેગ મળ્યો છે. આગામી દિવસોમાં પણ દબાણમુક્તિની કામગીરી ચાલુ રહેવાની શક્યતા છે.

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો