મરોલી પોલીસની ટીમે મિલકત સંબંધીત ગુનામાં સાત વર્ષથી ફરાર વોન્ટેડ આરોપીને માણેકપોર ગામેથી ઝડપી પાડ્યો.

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

મરોલી પોલીસ સ્ટેશનમાં વર્ષ 2019માં નોંધાયેલા મિલકત સંબંધિત ગુનામાં છેલ્લા સાત વર્ષથી નાસતો ફરતો આરોપીપોલીસના હાથે ઝડપાઈ ગયો છે. મરોલી પોલીસની સર્વેલન્સ ટીમે ટેકનિકલ સોર્સ અને ખાનગી બાતમીના આધારે કાર્યવાહી કરી આરોપીને માણેકપોર ગામેથી ઝડપી પાડ્યો હતો. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે સર્વેલન્સ સ્કોડની ટીમે **માણેકપોર ખાતેના તેના ઘરે દરોડો પાડી આરોપી રસુલ ઉર્ફે સાદીક મહંમદ તુરાજીયા (ઉ.વ. 40)**ને ઝડપી પાડ્યો હતો. આરોપીને મરોલી પોલીસ સ્ટેશન ખાતે લાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપી વિરુદ્ધ મરોલી પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.નં. 07/2019 હેઠળ ભારતીય દંડ સંહિતાની કલમ 406, 420, 467, 468 અને 120(બી) મુજબ ગુનો નોંધાયેલો હતો.

આ કામગીરી મરોલી પોલીસ ઇન્સ્પેક્ટર એ.એન. ગાબાણીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. કામગીરીમાં અ.હે.કો. શક્તિસિંહ સુખદેવસિંહ તથા અ.પો.કો. ધર્મેન્દ્રકુમાર મફતભાઈ અને શૈલેષકુમાર બહાદુરભાઈ જોડાયા હતા.

27
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો