થરા નગર પાલિકાની ચૂંટણી જાહેર થતાં જ રાજકારણ ગરમાયું,!!!કોંગ્રેસને મોટો ઝટકો

થરા નગર પાલિકાની ચૂંટણી જાહેર થતાં જ રાજકારણ ગરમાયું,!!!કોંગ્રેસને મોટો ઝટકો

થરા નગરપાલિકાની ચૂંટણી જાહેર થતાં જ ભાજપ અને કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો નગર પાલિકા કબજે કરવા સક્રિય બન્યા છે.થરા નગર પાલિકાની ગત ટર્મમાં કુલ ૨૪ બેઠકોમાંથી ૨૦ બેઠકો પર ભાજપે ભવ્ય વિજય મેળવી સત્તા કબજે કરી હતી,જ્યારે કોંગ્રેસને માત્ર ૪ બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો.ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. કોંગ્રેસના મજબૂત કાર્યકર,પૂર્વ કોર્પોરેટર અને પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ કમલેશભાઈ શાહ ગુરૂવારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ નિમિત્તે ભાજપમાં જોડાયા છે.  જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાના હસ્તે,  થરા સ્ટેટ માજી રાજવી એવમ નગર પાલિકાના પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા, જિલ્લા ભાજપ કારોબારી સભ્ય હર્ષદભાઈ શાહ, APMC થરાના વાઈસ ચેરમેન કિરીટભાઈ અખાણી ની ઉપસ્થિતિમાં તેઓએ કેસરિયો ધારણ કર્યો હતો, જેને લઈ રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.આ પ્રસંગે કમલેશભાઈ શાહે જણાવ્યું હતું કે, “હું આજે નરેન્દ્રભાઈ મોદીના જન્મદિને સેવા અને વિકાસની રાજનીતિમાં જોડાયો છું. દેશના વિકાસ  માં સહભાગી થઈને હું ખુશી અનુભવું છું.”
નટવર કે.પ્રજાપતિ,થરા
મો. 99795 21530

27
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો