વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

નવસારી શહેરમાં લુન્સીકુઈ મેદાન ખાતે બહેનોએ મોટી સંખ્યામાં દીપ પ્રગટાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે નવસારીના લુન્સીકુઈ મેદાન ખાતે જનકલ્યાણ અને સેવાભાવનાના સંદેશ સાથે ‘એક દીવો આશીર્વાદનો’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બહેનોએ ઉપસ્થિત રહી દીપ પ્રગટાવી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. દીપ પ્રાગટ્ય દ્વારા દેશ અને સમાજના સુખ, સમૃદ્ધિ, શાંતિ અને સર્વાંગી વિકાસ માટે શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી હતી.
આ પ્રસંગે ભારતમાતા તથા શ્રી ગણેશજીની સામૂહિક આરતી કરવામાં આવી હતી. ઉપસ્થિત સૌએ દેશની સુખાકારી અને પ્રગતિ માટે પ્રાર્થના કરી હતી.
કાર્યક્રમમાં નવસારી મહાનગરપાલિકાના મેયર શ્રી અશોકભાઈ ધોરાજીયા, નવસારી ધારાસભ્ય શ્રી રાકેશભાઈ પટેલ, ભાજપ પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ, જિલ્લા કલેક્ટર શ્રી મનીષ ગુરવાની, જિલ્લા વિકાસ અધિકારી શ્રી કાર્તિક જીવાણી, મ્યુનિસિપલ કમિશનર શ્રી જયેશ ઉપાધ્યાય સહિત પદાધિકારીઓ, બહેનો અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમ દરમિયાન જનકલ્યાણ, સેવાભાવ, એકતા અને સમાજના સર્વાંગી વિકાસનો સંદેશ ગુંજ્યો હતો.









