કચ્છ જિલ્લાની ઇન્સ્કૂલ શાળાઓમાં યોગ અને ધ્યાન સત્રના કાર્યક્રમમાં ૩૩૨૧ ખેલાડીઓએ ભાગ લીધો

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

ભુજ , તા-૧૭ સપ્ટેમ્બર : સમગ્ર રાજ્યમાં યોજાઈ રહેલા ‘સેવા સંકલ્પ અભિયાન ૨૦૨૬’ અંતર્ગત કચ્છ જિલ્લામાં પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણીના શ્રેણીબદ્ધ કાર્યક્રમો પૈકી કચ્છ જિલ્લાની ઇન્સ્કૂલ શાળાઓમાં યોગ અને ધ્યાન સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૩૩૨૧ ખેલાડીઓએ ભાગ લીધો હતો.આ સત્રનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ અને રમતવીરોમાં શારીરિક તંદુરસ્તી, માનસિક શાંતિ તથા એકાગ્રતા વધારવાનો હતો. સત્ર દરમિયાન વિવિધ યોગાસનો, પ્રાણાયામ અને ધ્યાનની પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી.યોગ દ્વારા શરીરની લવચીકતા, સંતુલન અને સ્ફૂર્તિમાં વધારો થાય છે, જ્યારે ધ્યાન દ્વારા તણાવ ઓછો કરી મનને શાંત રાખવામાં મદદ મળે છે. આ સત્રમાં સહભાગીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાનો સંદેશ મેળવ્યો હતો. સમગ્ર સત્ર દરમિયાન નિયમિત કસરત, યોગ અને ધ્યાનના મહત્વ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ફિટ ઇન્ડિયા રમતગમત સત્ર:આ સત્ર અંતર્ગત વિદ્યાર્થીઓ અને રમતવીરો માટે વિવિધ રમતગમત પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સત્રનો મુખ્ય હેતુ યુવાનોમાં શારીરિક તંદુરસ્તી, રમતગમત પ્રત્યે રસ અને સ્વસ્થ જીવનશૈલી અંગે જાગૃતિ લાવવાનો હતો. સત્ર દરમિયાન કબડ્ડી, ખો-ખો, દોડ જેવી વિવિધ રમતો તથા શારીરિક પ્રવૃત્તિઓમાં સહભાગીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમ દ્વારા શિસ્ત, ટીમવર્ક અને રમતગમતના મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સમગ્ર સત્ર સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું.

27
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો