ઓગડના તાણા પે કેન્દ્ર શાળા ના આચાર્ય દિનેશકુમાર મુલાણીને માનભેર વિદાયમાન કરાયા.
—————————————
શાળાના પૂર્વ આચાર્યના વિદાયમાં સમસ્ત ગ્રામજનો અને બાળકો ભાવુક થયા.
—————————————
ઓગડ તાલુકાના શિરવાડા ના વતની અને તાણા પે કેન્દ્ર શાળાના પૂર્વ આચાર્યનો વય નિવૃત્તિ અને ભાવદર્શન સમારોહ આજરોજ ૧૨ મી ઓક્ટોમ્બર ૨૦૨૬ ને સોમવાર ના રોજ થરા સ્ટેટ માજી રાજવી એવમ પાલિકા પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલાના અધ્યક્ષ સ્થાને થરા માર્કેટયાર્ડ ના વાઈસ ચેરમેન કિરીટભાઈ અખાણી,તાણા ના પૂર્વ સરપંચ ગીરીશભાઈ પટેલ, ભુવાજી બાબુભાઈ દેસાઈ,બનાસકાંઠા જિલ્લા કબડ્ડી એશોસીશનના પૂર્વસેક્રેટરી જીવણભાઈ જોષી,બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપ પ્રમુખ દશરથજી ઠાકોર,TPO ગૌરવભાઈ પંચાલ, BRC પ્રહલાદભાઈ જોષી, સાંપરીયાવસ પ્રાથમિક શાળા ના શૈલેષભાઈ દેવ,નાના જામપુર આંબાવાડી પ્રાથમિક શાળાના આચાર્ય દશરથભાઈ પ્રજાપતિ,જિલ્લા ટ્રેઝરી ઓફિસર અભિષેકભાઈ જોષી,તાણા પે કેન્દ્ર શાળાના આચાર્ય સરતનભાઈ દેસાઈ,ઉપ શિક્ષક ભેમાભાઈ જોષી,થરા ૧ પે કેન્દ્ર શાળા પી.એમ. શ્રી ગુજરાતના આચાર્ય રમેશભાઈ ત્રિવેદી,અધગામ પે કેન્દ્ર શાળા ના ઉપ શિક્ષક વક્તાભાઈ પ્રજાપતિ, તુષારભાઈ ડી.ઠક્કર રાજેશ્રી મસાલા સહીત સગા સ્નેહીઓની ઉપસ્થિતિ માં યોજાયો હતો.દિનેશકુમાર મુલાણી ધોરણ ૧ થી ૭ શિરવાડા પ્રાથમિક શાળા, ધોરણ ૮ શ્રી ઓગડ વિદ્યા મંદિર થરા, ધોરણ ૯/૧૦ કુમ કુમ વિદ્યા મંદિર પાલનપુર અને પાલનપુર ખાતે PTC કોલેજ કરી ૬ ઠ્ઠી સપ્ટેમ્બર ૧૯૮૮ ના રોજ તેરવાડા પે કેન્દ્ર શાળામા શિક્ષકની જવાબદારી સાંભળી છેલ્લે ૦૧/૦૭/૨૦૦૯ થી તાણા કે કેન્દ્ર શાળામાં શિક્ષકની ફરજ અદા કરતા આચાર્ય ની પદવી મેળવી આચાર્ય તરીકે સેવા સતત ૧૯ વર્ષ સેવા આપી નિવૃત્તિવેળા સુધી એકજ શાળા ની શૈક્ષણિક સફર દરમ્યાન બાળકોને શિક્ષણ, સંસ્કાર, સંગીત અને શિસ્તનો સમન્વય સાથે તેમજ અનેક પ્રવૃત્તિના રંગે રંગાઈ શિક્ષકત્વને શોભાવ્યુ હતુ.વિદાય વેળાએ દીપ પ્રાગટ્ય કરી શાળાની બાળાઓએ સ્વાગતગીત અને વિદાય લેતા દિનેશભાઈ મુલાણીએ શાબ્દિક શબ્દો દ્વારા મહેમાનોને આવકાર્યા હતા.વિદાય વેળાએ શિક્ષક મિત્રો અને બાળકો ધ્રુસકે ધ્રુસકે રડી પડયા હતા.શિક્ષક લાગણી ન રોકી શકતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.આ પ્રસંગે શાળા પરિવાર,ગ્રામજનો અને સ્નેહીજનો દ્વારા દિનેશભાઈ મુલાણીને ચાંદીની મૂર્તિ, શ્રીફળ,સાકર,સન્માનપત્ર આપી શાલ ઓઢાડી,ભેટ સોગાદો દ્વારા સન્માનિત કર્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન રોહિત નગર શાળા થરાના આચાર્ય ડૉ. કુલદીપભાઈ ઠકકરે આભાર વિધિ શિક્ષક રાજેશભાઈ રાયગોરે કરી હતી.ભોજન પ્રસાદ લઈ સૌ છુટા પડ્યા હતા.
નટવર કે.પ્રજાપતિ, થરા
મો. 99795 21530











