MORBI:મોરબી કલેક્ટર કચેરી ખાતે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી માહિતીનો અધિકાર અધિનિયમ, ૨૦૦૫ વિષયક પરિસંવાદ યોજાયો

MORBI:મોરબી કલેક્ટર કચેરી ખાતે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી માહિતીનો અધિકાર અધિનિયમ, ૨૦૦૫ વિષયક પરિસંવાદ યોજાયો

રાજ્ય માહિતી કમિશનરશ્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં મોરબી જિલ્લા વહીવટી તંત્રના સંકલન અધિકારીશ્રીઓ વર્ચ્યુઅલી જોડાયા

ગુજરાત માહિતી આયોગ, ગાંધીનગરના અધ્યક્ષસ્થાને ‘RTI Week Celebration’ અંતર્ગત આજે તા. ૧૨/૧૦/૨૦૨૬ ના રોજ “સંવાદ-માહિતીનો અધિકાર અધિનિયમ, ૨૦૦૫ નું અમલીકરણ અને જવાબદારીનું સુદ્રઢીકરણ” વિષયક વિડિયો કોન્ફરન્સ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબી જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાયેલી આ મહત્વપૂર્ણ બેઠકમાં મોરબી જિલ્લાના સંબંધિત સંકલન અધિકારીશ્રીઓ વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્ય માહિતી કમિશનરશ્રીની ઉપસ્થિતિમાં યોજાયેલા આ પરિસંવાદ દરમિયાન માહિતીનો અધિકાર અધિનિયમ-૨૦૦૫ (RTI Act) ના કાયદાકીય જોગવાઈઓનું સુચારુ અમલીકરણ કરવા, જાહેર માહિતી અધિકારીઓ અને પ્રથમ અપીલ સત્તાધિકારીઓની જવાબદારીઓનું સુદ્રઢીકરણ કરવા તેમજ અરજદારોને સમયસર અને પારદર્શક માહિતી પૂરી પાડવા અંગે વ્યાપક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. મોરબી જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓએ વી.સી.ના માધ્યમથી જોડાઈને RTI અંતર્ગતની કામગીરીની સમીક્ષા કરી કાયદાના અસરકારક પાલન અંગેની વિગતો મેળવી હતી.

48
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો