કાલોલ ટ્રાફિક પોલીસની કાર્યવાહી: બેફામ રીક્ષા ચાલક, લાયસન્સ વગર બાઇક ચલાવનાર અને રસ્તા પર રીક્ષા પાર્ક કરનાર સામે ગુનો.

તારીખ ૨૩/૧૦/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા વાહન ચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં બે રીક્ષા ચાલક અને એક બાઇક ચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ દરમિયાન રંગીતભાઈ બળવંતભાઈ ગોહિલ (રહે. પીલવાની મુવાડી, ગામ ખડકી, તા.કાલોલ) પોતાના કબજાની CNG રીક્ષા નં. GJ-17-VV-2715 પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી રહ્યો હતો. રોડ પર આવતા-જતા વાહનો અને રાહદારીઓની જિંદગી જોખમાય તે રીતે રીક્ષા ચલાવતા પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. જ્યારે બીજા કેસમાં આરોપી રાજેશકુમાર સંજયભાઈ પરમાર (રહે. મગનપુરી ગામ, દેરોલ સ્ટે., તા.કાલોલ) પોતાના કબજાની હીરો સ્પ્લેન્ડર બાઇક નં. GJ-08-DA-9574 વગર લાયસન્સે વાંકીચૂકી ચલાવી રહ્યો હતો. ટ્રાફિક પોલીસે તેને પણ અટકાવી કાયદેસર કાર્યવાહી કરી હતી. જ્યારે ત્રીજા કેસમાં કાલોલ તાલુકાના નાની પીંગળી ગામના યોગેન્દ્રસિંહ ઉદેસિંહ સોલંકી એ પોતાની CNG પેસેન્જર રીક્ષા નં. GJ-06-AY-8786 જાહેર રસ્તા ઉપર એવી રીતે પાર્ક કરી હતી કે જેથી આવતા-જતા રાહદારીઓ અને વાહનોને અડચણ થાય. આમ આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ કાલોલ પોલીસ સ્ટેશનમાં મોટર વ્હીકલ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો