હોર્મુઝ પછી હવે અરબ સાગરમાં ઘૂસશે ઈરાની સેના : મોજતબા ખામેનેઈ

ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈએ મોટી જાહેરાત કરી દીધી છે. તેમણે કહ્યું છે કે તેમની સેના હવે અરબ સાગરનો સફાયો કરશે. જે બાદ દુશ્મનની ફોજ ટૂંક સમયમાં જ ત્યાંથી પણ બહાર થઈ જશે.

આ નિવેદન એવા વિસ્તારો અંગે છે, જ્યાં ઈરાન પોતાની સુરક્ષાને લઈને હંમેશાં સતર્ક રહે છે. મોજતબા ખામેનેઈએ કહ્યું કે, દુશ્મનો પહેલાથી જ દક્ષિણ ઈરાનના જળસીમા પરથી હટીને અરબ સાગર સુધી પહોંચી ગયા છે. હવે ત્યાંથી પણ તેમનો સફાયો થવાનો છે. મોજતબાએ જણાવ્યું કે હોર્મુઝ સ્ટ્રેટની સુરક્ષા કરતા ઈરાની જવાનોએ દુશ્મનોને અનેકવાર જડબાતોડ જવાબ આપ્યો છે. આ જ કારણે દુશ્મનો હવે એ વિસ્તારથી આગળ આવવાની હિંમત કરી શકતા નથી. જ્યારે પણ તેમણે પ્રયાસ કર્યો ત્યારે તેમણે પોતે જ નુકસાન ભોગવવું પડ્યું છે.

આ નિવેદન ઈરાન-ઈરાક યુદ્ધની યાદ અને હિઝબુલ્લાહના નેતા હસન નસરૂલ્લાહના મોતની બીજી વરસી પર આપવામાં આવ્યું હતું. નસરૂલ્લાહને 2024માં ઈઝરાયલે મારી નાખ્યો હતો. ખામેનેઈએ આ પ્રસંગે દેશના જવાનોની બહાદુરીની પ્રશંસા કરી હતી. સુપ્રીમ લીડરે આગળ કહ્યું કે, ઈરાની ફોજ અને હોર્મુઝની રક્ષા કરતા લડાયકો દુશ્મનોને દર વખતે પાઠ ભણાવતા રહ્યા છે.

અરબ સાગર અને હોર્મુઝ સ્ટ્રેટ દુનિયાના સૌથી મહત્વપૂર્ણ સમુદ્રી માર્ગોમાંથી એક છે. અહીંથી તેલનો મોટો જથ્થો પસાર થાય છે. આવામાં ઈરાનનું આ વલણ આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બની શકે છે. તેમણે સ્પષ્ટ ચેતવણી આપી કે, દુશ્મન જેટલો આગળ વધવાનો પ્રયાસ કરશે એટલું જ પોતાનું નુકસાન કરશે.

38
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો