થાણાસાવલી ગામમાં નાયબ કલેક્ટરશ્રી એચ.ટી. મકવાણાની અધ્યક્ષતામાં શૈક્ષણિક સેમિનાર યોજાયો*

*થાણાસાવલી ગામમાં નાયબ કલેક્ટરશ્રી એચ.ટી. મકવાણાની અધ્યક્ષતામાં શૈક્ષણિક સેમિનાર યોજાયો*

રિપોર્ટર….
અમીન કોઠારી મહીસાગર

મહીસાગર જિલ્લાના થાણાસાવલી ગામમાં આજે નાયબ કલેક્ટરશ્રી એચ.ટી. મકવાણા સાહેબની અધ્યક્ષતામાં શૈક્ષણિક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને બાળકોને શિક્ષણ, કારકિર્દી તથા જીવનમાં આગળ વધવા અંગે પ્રેરણાત્મક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ પ્રસંગે થાણાસાવલી ગામના વિવિધ ફળિયાના વડીલો, યુવાનો, ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આજુબાજુનાં ગામોના સામાજિક આગેવાનો અને જાગૃત નાગરિકોએ પણ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

સેમિનાર દરમિયાન એચ.ટી. મકવાણા સાહેબે ગ્રામજનોને શૈક્ષણિક જાગૃતિ કેળવવા, વ્યસનમુક્ત જીવન અપનાવવા અને અંધશ્રદ્ધાથી દૂર રહેવા અપીલ કરી હતી. સાથે જ બાળકોને વધુમાં વધુ શિક્ષણ પ્રાપ્ત કરાવી ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધારવા માટે વાલીઓ અને સમાજને મહત્વપૂર્ણ સંદેશ આપ્યો હતો.

આ કાર્યક્રમ અંતર્ગત થાણાસાવલી વણકર ફળિયાના યુવા મિત્રો દ્વારા ગામની બાલવાટિકાથી ધોરણ 4 સુધીના બાળકોને એચ.ટી. મકવાણા સાહેબના હસ્તે શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

શિક્ષણ, જાગૃતિ અને સમાજસેવાના ઉમદા હેતુ સાથે યોજાયેલ આ કાર્યક્રમ ગામમાં શૈક્ષણિક વાતાવરણ ઊભું કરવા અને નવી પેઢીને પ્રેરણા આપવા માટે એક સરાહનીય પહેલ બની રહ્યો હતો.

60
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો