વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૨૮ સપ્ટેમ્બર : ક્ચ્છ જિલ્લામાં આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારા આયોજિત ‘આંગણ મિલન સેવા’ કાર્યક્રમ અંતર્ગત આજ રોજ માંડવી ખાતે સલાયા 2 અને 5 આંગણવાડી કેન્દ્ર ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં માંડવી મુન્દ્રાના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન જોશી,તાલુકા પંચાયતના સદસ્ય ઓ તેમજ નગરપાલિકા વોર્ડના નગરસેવકો , મહિલા મોરચાના આગેવાન શ્રીઓ સીડીપીઓ સાથે ટીમ ICDS, આંગણવાડી કાર્યકર બહેનો, તેડાગર બહેનો,વાલીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમ અંતર્ગત આંગણવાડી કેન્દ્ર ખાતે બાળકોના સર્વાંગી વિકાસ, પોષણ, આરોગ્ય, પૂર્વ પ્રાથમિક શિક્ષણ તથા શૈક્ષણિક અને સર્જનાત્મક વિકાસને પ્રોત્સાહન આપતી વિવિધ પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી. ઉપસ્થિત મહાનુભાવશ્રીઓ દ્વારા આંગણવાડી કેન્દ્રની કામગીરી તથા ઉપલબ્ધ સુવિધાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું તેમજ બાળકો અને વાલીઓ સાથે સંવાદ કરવામાં આવ્યો હતો. તંદુરસ્ત ૩ બાળકો ને તથા તેમના વાલીઓ ને ગિફ્ટ આપી પ્રોત્સાહન આપવામાં આવ્યું તથા આંગણવાડી કાર્યકર બહેન, તેડાગર બહેન અને આશા વર્કર ને પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા. આંગણવાડી માં કિશોરીઓ, સગર્ભા માતા,ધાત્રી માતા ને THR વિતરણ તથા વાલીઓ અને કિશોરીઓને મુખ્યમંત્રીશ્રી દ્વારા પાઠવેલ શુભેચ્છા સંદેશ આપવામાં આવ્યો.આંગણ ઉત્સવ–૨૦૨૬નો મુખ્ય હેતુ આંગણવાડી કેન્દ્રોને વધુ બાળમૈત્રીપૂર્ણ, સુવિધાસભર અને વિકાસલક્ષી બનાવવાની સાથે બાળકોના સર્વાંગી વિકાસ માટે વાલીઓ તથા સમુદાયની સહભાગિતા સુનિશ્ચિત કરવાનો છે. આ પ્રસંગે આંગણવાડી કેન્દ્રો મારફતે બાળકો તથા સગર્ભા અને ધાત્રી માતાઓને આપવામાં આવતી વિવિધ સેવાઓ અંગે પણ જાગૃતિ કેળવવામાં આવી હતી.કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવઓ દ્વારા આંગણવાડી કેન્દ્રની કામગીરીને વધુ સુદૃઢ બનાવવા તથા સરકારની વિવિધ બાળ વિકાસ અને પોષણલક્ષી યોજનાઓનો લાભ અંતિમ લાભાર્થી સુધી અસરકારક રીતે પહોંચાડવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.












