તારીખ ૨૮/૧૦/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ
આજરોજ કાલોલ તાલુકાના બેઢીયા ગામે પશુપાલન વિભાગ દ્વારા આયોજિત પશુપાલન શિક્ષણ શિબિરનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ પંચમહાલના લોકપ્રિય સાંસદ રાજપાલસિંહ જાદવની અધ્યક્ષતામાં યોજાયો હતો. જ્યાં આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય પશુપાલકોને પશુપાલન ક્ષેત્રે આધુનિક પદ્ધતિઓ, પશુઓની વૈજ્ઞાનિક માવજત, રસીકરણ, પશુ આહાર અને પશુપાલકોની આવકમાં કેવી રીતે વૃદ્ધિ કરી શકાય તેમજ આધુનિક પશુપાલન પદ્ધતિઓ અને સરકારી સહાય અંગેનું ઉત્કૃષ્ટ માર્ગદર્શન પૂરું પાડીને તે અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવાનો હતો.આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ નીરજકુમાર પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ ગોહિલ, કાલોલ તાલુકા ભાજપ મંડળના પ્રમુખ મહિદીપસિંહ ગોહિલ, કાલોલ તાલુકા પંચાયત પ્રમુખ જયપાલસિંહ રાઠોડ અને ઉપપ્રમુખ સંજયસિંહ રાઠોડ,તાલુકા ભાજપ યુવા મોરચાના પ્રમુખ વિરેન્દ્રસિંહ ચૌહાણ સહિત જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.પશુપાલન વિભાગના નિષ્ણાતોએ પશુઓમાં થતા રોગો, તેના નિવારણ અને સરકારની વિવિધ સહાયકારી યોજનાઓ અંગે માહિતી આપી હતી.આ કાર્યક્રમમાં પશુપાલન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ તથા બેઢીયા સહિત આસપાસના ગામોના મોટી સંખ્યામાં પશુપાલકો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આવા કાર્યક્રમો પશુપાલન ક્ષેત્રે ખૂબ જ ઉપયોગી સાબિત થતા હોવાનું સાંસદ રાજપાલસિંહ જાદવે જણાવ્યું હતું.











