દાહોદ જિલ્લામાં ‘યોગમય ગુજરાત’ અભિયાનને વેગ આપવા શાળાઓમાં નિયમિત યોગાભ્યાસની અપીલ

તા.૦૮.૧૦.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ જિલ્લામાં ‘યોગમય ગુજરાત’ અભિયાનને વેગ આપવા શાળાઓમાં નિયમિત યોગાભ્યાસની અપીલ

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યમાં યોગને જન-જન સુધી પહોંચાડવા અને સમગ્ર ગુજરાતને યોગમય બનાવવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરાયેલા ‘યોગમય ગુજરાત’ અભિયાન અંતર્ગત દાહોદ જિલ્લાના તમામ વિદ્યાર્થીઓને નિયમિત યોગાભ્યાસ સાથે જોડવા માટે વિશેષ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.ભારતના વડાપ્રધાન દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે આપવામાં આવેલા “Yoga@365”ના આહ્વાનને અનુરૂપ યોગને માત્ર એક દિવસની ઉજવણી પૂરતો મર્યાદિત ન રાખી તેને દૈનિક જીવનશૈલીનો ભાગ બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. આ અભિયાન અંતર્ગત તા. 17 સપ્ટેમ્બર, 2026થી વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. આ અભિયાનને દાહોદ જિલ્લામાં વધુ અસરકારક અને જનઆંદોલનનું સ્વરૂપ આપવા માટે જિલ્લાની તમામ સરકારી, અનુદાનિત તથા ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે નિયમિત યોગ સત્રો યોજાય તે માટે જિલ્લા શિક્ષણ તંત્રને જરૂરી સૂચનાઓ આપવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અપીલ કરવામાં આવી છે.શાળાઓમાં દૈનિક પ્રાર્થના અથવા મોર્નિંગ એસેમ્બલી દરમિયાન વિદ્યાર્થીઓને સરળ યોગાસન, પ્રાણાયામ તથા યૌગિક ક્રિયાઓ કરાવવામાં આવે, શાળામાં ઉપલબ્ધ યોગ શિક્ષક અથવા યોગ ટ્રેનર દ્વારા યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે અને યોગ ટ્રેનર ઉપલબ્ધ ન હોય તેવી શાળાઓમાં નજીકના યોગ ટ્રેનર અથવા યોગ સંસ્થા સાથે સંકલન કરીને નિયમિત યોગ સત્રો યોજવામાં આવે તેવી સૂચના આપવામાં આવી છે.યોગ માત્ર શારીરિક કસરત નથી, પરંતુ સ્વસ્થ અને શિસ્તબદ્ધ જીવનશૈલીનો આધાર છે. નિયમિત યોગાભ્યાસથી વિદ્યાર્થીઓમાં શારીરિક તંદુરસ્તી, માનસિક એકાગ્રતા, શિસ્ત, સકારાત્મક વિચારસરણી તથા સ્વસ્થ જીવનશૈલીના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન મળી શકે છે. તેથી વિદ્યાર્થીઓની સાથે શિક્ષકોને પણ યોગ પ્રવૃત્તિમાં જોડવા તથા વાલીઓને યોગના મહત્વ અંગે જાગૃત કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે.શાળામાં નિયમિત યોગાભ્યાસ થકી યોગની ટેવ વિદ્યાર્થીઓના ઘર સુધી પહોંચે અને વાલીઓ પણ યોગ સાથે જોડાય તે માટે ‘શાળાથી ઘર સુધી યોગ’નો સંદેશ આપવામાં આવી રહ્યો છે. શાળાઓમાં યોજાતી યોગ પ્રવૃત્તિઓમાં વધુમાં વધુ વિદ્યાર્થીઓની ભાગીદારી સુનિશ્ચિત કરવા પણ અપીલ કરવામાં આવી છે.ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો સ્પષ્ટ ઉદ્દેશ્ય છે કે યોગને માત્ર કાર્યક્રમ કે ઉજવણી પૂરતો મર્યાદિત ન રાખી વિદ્યાર્થીઓમાં નાની ઉંમરથી જ ‘યોગ એ જીવનશૈલી છે’ તેવી ભાવના વિકસાવવામાં આવે. નિયમિત યોગાભ્યાસ દ્વારા આગામી પેઢીને સ્વસ્થ, શિસ્તબદ્ધ અને સકારાત્મક જીવનશૈલી તરફ પ્રેરિત કરી શકાય છે.દાહોદ જિલ્લાના તમામ શાળા સંચાલકો, આચાર્યઓ , શિક્ષકો, યોગ ટ્રેનરો, વિદ્યાર્થીઓ અને વાલીઓને ‘યોગમય ગુજરાત’ અભિયાનમાં સક્રિય સહભાગી બની દરરોજ યોગને જીવનનો હિસ્સો બનાવવા અપીલ કરવામાં આવી છે

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો