અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી – SOGની કાર્યવાહી અમદાવાદ DCBના NDPS કેસમાં દોઢ વર્ષથી ફરાર આરોપી મોડાસામાંથી ઝડપાયો
મોડાસા બાયપાસ રોડ નજીક આગમન સોસાયટી પાસેથી અરવલ્લી જિલ્લા SOGએ અમદાવાદ શહેર DCB પોલીસ સ્ટેશનના NDPSના ગંભીર ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે.

મળતી માહિતી મુજબ અમદાવાદ શહેર DCB પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટની કલમ 8(C), 22(C) અને 29 હેઠળ ગુનો નોંધાયો હતો. આ ગુનામાં આશરે ₹48.94 લાખની કિંમતનું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું હતું. કેસમાં વોન્ટેડ આરોપી જયેશકુમાર દોલાજી ઉર્ફે ઉદાજી પટેલ છેલ્લા દોઢ વર્ષથી ફરાર હતો.દરમિયાન અરવલ્લી SOGની ટીમ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઈટ પેટ્રોલિંગમાં હતી ત્યારે ચોક્કસ બાતમીના આધારે આગમન સોસાયટી પાસે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન આરોપી મળી આવતા તેને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી બાદ અમદાવાદ શહેર SOG પોલીસને સોંપવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
ઝડપાયેલ આરોપી:
જયેશકુમાર દોલાજી ઉર્ફે ઉદાજી પટેલ, રહે. જેઠોલા (માંડલી), તા. સીમલવાડા, જિ. ડુંગરપુર (રાજસ્થાન), હાલ રહે. આગમન સોસાયટી, મોડાસા, જિ. અરવલ્લી.અરવલ્લી જિલ્લા SOGની આ કામગીરી SOG PI પી.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.










