સતર્કતા જાગૃતિ સપ્તાહ-૨૦૨૬ અંતર્ગત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓએ પ્રામાણિકતા અને સતર્કતાના શપથ લીધા

સતર્કતા જાગૃતિ સપ્તાહ-૨૦૨૬ અંતર્ગત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓએ પ્રામાણિકતા અને સતર્કતાના શપથ લીધા
**
સાબરકાંઠા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સતર્કતા જાગૃતિ સપ્તાહ-૨૦૨૬ની ઉજવણીના ભાગરૂપે જિલ્લા કલેક્ટરશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુની ઉપસ્થિતિમાં અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ દ્વારા પ્રામાણિકતા, નિષ્ઠા અને સતર્કતાના શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા. દેશના આર્થિક, રાજકીય અને સામાજિક વિકાસમાં ભ્રષ્ટાચારમુક્ત વાતાવરણનું નિર્માણ થાય તેવા ઉમદા હેતુથી આ શપથ કાર્યક્રમ યોજાયો હતો. આ સાથે જિલ્લા માહિતી કચેરી, હિંમતનગર ખાતે પણ કર્મયોગીયોએ સતર્કતાના શપથ લીધા હતા.

આ પ્રસંગે ઉપસ્થિત તમામ અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓએ દેશ અને સમાજ પ્રત્યે પોતાની નિષ્ઠા વ્યક્ત કરી, ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં સક્રિય સહયોગ આપવા તેમજ જાહેર જીવનમાં પ્રામાણિકતા અને પારદર્શિતા જાળવવાનો દ્રઢ સંકલ્પ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ભ્રષ્ટાચારના નિર્મૂલન અને જનજાગૃતિના હેતુથી રાજ્ય સરકાર દ્વારા તા. ૩૧ ઓક્ટોબરથી તા. ૦૬ નવેમ્બર, ૨૦૨૬ દરમિયાન ‘સતર્કતા જાગૃતિ સપ્તાહ-૨૦૨૬’ (Vigilance Awareness Week-2026)ની ઉજવણી કરવામાં આવી રહી છે.

આ વર્ષના સતર્કતા જાગૃતિ સપ્તાહના વિષયવસ્તુને અનુરૂપ રાજ્યના વિવિધ વિભાગો, વિભાગીય ખાતાના વડાઓ અને તેમના તાબા હેઠળની કચેરીઓ, બોર્ડ-નિગમો, જાહેર સાહસો તેમજ સ્થાનિક સત્તા મંડળો દ્વારા ભ્રષ્ટાચારમુક્ત વહીવટ અને જનજાગૃતિના ઉદ્દેશ્ય સાથે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

આ શપથ કાર્યક્રમમાં અધિક નિવાસી કલેકટર શ્રી ક્રિષ્ના વાઘેલા, પ્રાંત અધિકારી શ્રી સહિત વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ અને કર્મચારી શ્રી ઉપસ્થિત રહ્યા હતા.

જયંતિ પરમાર સાબરકાંઠા

59
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો