વ્યક્તિ નિર્માણથી સમસ્ત સમાજનું નિર્માણ”: જૂનાગઢમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેનશ્રી શિશપાલજીના અધ્યક્ષસ્થાને યોગ ટ્રેનરોનો પ્રેરણાદાયી માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેનશ્રી યોગસેવક શિશપાલજીના અધ્યક્ષસ્થાને હોકારો, ઝાંઝરડા રોડ સ્થિત ધારાસભ્યશ્રી સંજયભાઈ કોરડીયાની કચેરી ખાતે જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં કાર્યરત ૧૦૫ યોગ ટ્રેનરોનો પ્રેરણાદાયી માર્ગદર્શન અને પ્રેરણા કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે યોગસેવક શિશપાલજીએ “વ્યક્તિ નિર્માણથી સમસ્ત સમાજનું નિર્માણ”નો પ્રેરણાદાયી સંદેશ આપતાં જણાવ્યું હતું કે યોગનો હેતુ માત્ર શારીરિક સ્વાસ્થ્ય પૂરતો સીમિત નથી, પરંતુ માનવીમાં જવાબદારી, કરુણા, સંવેદના અને સદગુણોનું નિર્માણ કરવાનો છે. માણસમાંથી દેવત્વ, દેવત્વમાંથી મહામાનવ અને મહામાનવમાંથી યોગેશ્વર બનવાની આંતરિક યાત્રા જ સાચા યોગની સાધના છે. સમાજને નશામુક્ત, સંસ્કારી અને જવાબદાર બનાવવા યોગ ટ્રેનરોની ભૂમિકા અત્યંત મહત્ત્વપૂર્ણ છે. તેમણે ટ્રેનરોને પોતાની જાતમાં રોકાણ (Self Investment), સતત તાલીમ અને આત્મવિકાસનું મહત્ત્વ સમજાવ્યું હતું. સામેવાળી વ્યક્તિનું સન્માન કરવું, તેની પ્રશંસા કરવી, નાની-મોટી બાબતોનું મનમાં ખોટું ન લગાડવું અને પોતાના વ્યક્તિત્વનું મૂલ્ય વધારવું જેવા જીવનઉપયોગી મંત્રો આપ્યા હતા. તેમણે સમજાવ્યું કે સાચી તાલીમથી જ્ઞાન, આત્મવિશ્વાસ, સમૃદ્ધિ, ગુરુભાવ અને આંતરિક પ્રસન્નતાનો વિકાસ થાય છે તથા જીવનમાં Happiness Index વધે છે. કાર્યક્રમમાં આશરે ૨૦ મિનિટનું આધ્યાત્મિક ધ્યાન કરાવી ચેરમેનશ્રીએ ઉપસ્થિત તમામ ટ્રેનરોને આંતરિક ઊર્જા, સકારાત્મકતા અને આત્મચિંતનનો અનોખો અનુભવ કરાવ્યો હતો. સમગ્ર વાતાવરણ આધ્યાત્મિકતા, પ્રેરણા અને ગુરુભાવથી ભાવવિભોર બન્યું હતું. આ પ્રસંગે ધારાસભ્યશ્રી સંજયભાઈ કોરડીયા, મનપા કોઓર્ડીનેટર વૈશાલીબેન ચૂડાસમા, જિલ્લા કોઓર્ડીનેટર જયંતિ કાછડીયા, સોનલબેન બગડા સહિત ૧૦૫  યોગ ટ્રેનરો ઉપસ્થિત રહ્યા હતા. યોગ દ્વારા માત્ર શરીર નહીં, પરંતુ વ્યક્તિનું ચરિત્ર ઘડાય અને વ્યક્તિ દ્વારા સમાજનું ઘડતર થાય — આ ભાવ સાથે કાર્યક્રમનો મુખ્ય સંદેશ યોગસેવા દ્વારા સમાજસેવા અને રાષ્ટ્રનિર્માણનો રહ્યો હતો.”યોગ માત્ર આસન નથી, વ્યક્તિના અંતરમાં દેવત્વ જગાડવાની સાધના છે; અને વ્યક્તિનું નિર્માણ થાય ત્યારે જ સમર્થ સમાજનું નિર્માણ થાય છે.”

 

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

59
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો