વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
ભુજ,તા-૧૮ સપ્ટેમ્બર : ગુજરાત સરકારના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (FDCA), કચ્છના ફૂડ સેફ્ટી ઓફિસર શ્રી એમ. એમ. પટેલ દ્વારા કચ્છ જિલ્લાની 12 જેટલી હોસ્ટેલોમાં (જેમ કે કચ્છ યુનિવર્સિટીનું અન્નપૂર્ણા ભવન, સરકારી બોયઝ હોસ્ટેલ, અદાણી મેડિકલ કોલેજ હોસ્ટેલ્સ, લેવા પટેલ બોર્ડિંગ ભચાઉ, વીરાયતન માંડવી વગેરે) અચાનક સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું.10 જેટલા નમુનાઓ પણ લઇ પૃથ્થ્કર્ણ અર્થે મોક્લાયા. વ્યક્તિગત સ્વચ્છતા (હાઇજીન): રસોઈ બનાવતા અને પીરસતા તમામ કર્મચારીઓ માટે માથા પર કેપ/ટોપી, હાથમાં ગ્લોવ્ઝ (મોજાં) અને સ્વચ્છ એપ્રોન પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે.ગુણવત્તાના નિયમો: દૂષિત પાણી, કૃત્રિમ રંગો, વાસી કે બગડેલા શાકભાજી અને ચટણીનો ઉપયોગ ન કરવા માટે સખત ચેતવણી આપવામાં આવી છે.આગામી કાયદાકીય કાર્યવાહી: આગામી દિવસોમાં પણ આ પ્રકારનું અચાનક ચેકિંગ ચાલુ રહેશે અને નિયમોનો ભંગ કરનારાઓ સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.










