નર્મદા : મુખ્ય ચૂંટણી અધિકારી ગ્યાનેસ કુમારના રાજીનામાની માંગ સાથે રાજપીપળામાં કોંગ્રેસનો વિરોધ

નર્મદા : મુખ્ય ચૂંટણી અધિકારી ગ્યાનેસ કુમારના રાજીનામાની માંગ સાથે રાજપીપળામાં કોંગ્રેસનો વિરોધ

 

રાજપીપળા : જુનેદ ખત્રી

 

સમગ્ર દેશમાં હાલ ચૂંટણી પંચ વિરુદ્ધ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે વોટ ચોરી મુદ્દે દિલ્હીમાં યુવાનો અને ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ પણ વિરોધ કરી રહ્યા છે ત્યારે આજે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને પ્રદર્શન કરતા રોકવામાં આવ્યા હતા અને તેમની અટકાયત કરવામાં આવી હતી આ મુદ્દે રાજપીપળા ખાતે કોંગ્રેસ દ્વારા દેખાવો કરવામાં આવ્યા હતા

રાજપીપળાના સફેદ ટાવર ખાતે કોંગ્રેસ આગેવાનો દ્વારા જ્ઞાનેશકુમાર હાય હાય નારા લગાવી તેમના રાજીનામાની માંગ કરવામાં આવી હતી ઉપરાંત ભાજપ ઉપર પણ પ્રહાર કરવામાં આવ્યા હતા. ઉપરાંત નિષ્પક્ષ ચૂંટણી કરવી તેમજ બેલેટ પેપરથી ચૂંટણી થાય તેવી માંગ કરવામાં આવી હતી

 

નાંદોદ પૂર્વ ધારાસભ્ય પી. ડી. વસાવાએ જણાવ્યું હતું કે ભાજપ સરકારે વોટ ચોરી કરીને દરેક સંસ્થાઓ પર કબજો કર્યો છે ભાજપ સરકાર ચૂંટણી જીતવા માટે ચૂંટણી અધિકારીને આગળ કરે છે. દેશમાં ન્યાયિક અને પારદર્શક ચૂંટણી થતી નથી જ્યારે ચૂંટણીઓ આવે ભાજપ સરકાર જ્ઞાનેશકુમાર ને આગળ કરીને વોટ ચોરી કરીને ચૂંટણીઓ જીતે જાય છે ત્યારે જ્ઞાનેશકુમાર રાજીનામું આપે અને દેશમાં બેલેટ પેપરથી ચૂંટણી થાય તેવી માંગ કરી છે

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો