તારીખ ૨૩/૧૦/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ
પંચમહાલ જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરી હોટલમાં સીસીટીવી કેમેરા ન લગાવવા બદલ વેજલપુરના એક હોટલ સંચાલક સામે ગુનો નોંધાયો છે.
ગોધરા એસ.ઓ.જી. શાખાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.કે. ગોહિલ તેમના સ્ટાફ સાથે વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા, ત્યારે હોટલો-ઢાબાઓમાં સીસીટીવી કેમેરા લાગેલા છે કે કેમ તે અંગે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જ્યાં ચેકિંગ દરમિયાન વેજલપુરથી ગોધરા રોડ, નાંદરખા ચોકડી પાસે, ભારત પેટ્રોલ પંપની બાજુમાં આવેલી હરિયાણા મેવાત હોટલ નેશનલ માં તપાસ કરતા હોટલના કાઉન્ટર પર હાજર મળેલા ઈસમે પોતાનું નામ મોહંમદ ગુફરાન અલી સૈયદ (ઉ.વ.26, રહે. સહારા સોસાયટી, મોડાસા, જિ.અરવલ્લી) હોવાનું અને પોતે જ આ હોટલનો માલિક અને સંચાલક હોવાનું જણાવ્યું હતું. ત્યારે પોલીસે હોટલમાં સીસીટીવી કેમેરા ચેક કરતા હોટલમાં એક પણ સીસીટીવી કેમેરા લગાવેલ ન હોવાનું જણાયું હતું. જે મે. જિલ્લા મેજિસ્ટ્રેટ પંચમહાલ ગોધરાના જાહેરનામાનો સ્પષ્ટ ભંગ છે.આથી હોટલ સંચાલક મોહંમદ ગુફરાન અલી સૈયદ વિરુદ્ધ BNS કલમ 223 મુજબ ફરિયાદ નોંધી વેજલપુર પોલીસ સ્ટેશનમાં કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.









