SOG પોલીસે કાલોલ ના મધવાસ ગામે પરપ્રાંતીયને વેરિફિકેશન વગર મકાન ભાડે આપનાર મકાન માલિક સામે કાર્યવાહી.

તારીખ ૨૩/૧૦/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

પંચમહાલ જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરી પરપ્રાંતીય ઈસમને પોલીસ વેરિફિકેશન વગર મકાન ભાડે આપવા બદલ કાલોલ તાલુકા ના મધવાસ ગામના એક મકાન માલિક સામે ગુનો નોંધાયો છે.

ગોધરા એસ.ઓ.જી. પોલીસ સ્ટાફ કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમી મળી હતી કે કેટલાક પરપ્રાંતીય ઈસમો વેરિફિકેશન વગર ભાડે રહે છે. જે બાતમી આધારે મધવાસ ચોકડી, શંકરપુરા ફળિયામાં તપાસ કરતા એક મકાનમાંથી આકાશ દિનેશભાઈ તિવારી (રહે. જહરા ગામ, જી.મોંરગંજ, મધ્યપ્રદેશ, હાલ- મધવાસ, તા.કાલોલ) રહેતો મળી આવ્યો હતો. પૂછપરછમાં તેણે જણાવ્યું કે તે છેલ્લા છ મહિનાથી દર મહિને રૂ.૪૦૦૦ ભાડું આપીને રહે છે. ત્યારે તપાસમાં સામે આવ્યું કે મકાન માલિક છત્રસિંહ પ્રભાતસિંહ પરમાર એ ભાડુઆત પાસેથી કોઈ આધારકાર્ડ કે આઈડી પ્રૂફ લીધું નથી અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ભાડુઆતની નોંધણી કે વેરિફિકેશન કરાવ્યું નથી. આ રીતે મકાન માલિકે જિલ્લા મેજિસ્ટ્રેટ પંચમહાલ, ગોધરાના જાહેરનામા નો ભંગ કર્યો છે.આથી છત્રસિંહ પરમાર વિરુદ્ધ BNS કલમ 223 મુજબ કાલોલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો