તા.૨૯.૦૯.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ 
Dahod:દાહોદ જિલ્લા કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી નો સેમિનાર યોજાયો.
દાહોદ ખાતે ગુજરાત રાજ્ય ક્રેડિટ સોસાયટીઝ ફેડરેશન દાહોદ જિલ્લા ક્રેડિટ સોસાયટી ફેડરેશન તથા ધી સહયોગ કોઓપરેટીવ ક્રેડિટ સોસાયટી દાહોદના સંયુક્ત ઉપક્રમે ક્રેડિટ સોસાયટીઓનું જિલ્લા કક્ષાનું સેમિનાર જિલ્લા ક્રેડિટ સોસાયટી ફેડરેશનના ચેરમેન ગોપાલભાઈ ધાનકાના અધ્યક્ષ સ્થાને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દાહોદ સભાખંડમાં યોજવામાં આવ્યો હતો ત્યારબાદ સ્વાગત પ્રવચન તથા સેમિનારની માહિતી ફેડરેશનના વાઇસ ચેરમેન સરતનભાઈ એસ ચૌહાણ આપી હતી આ પ્રસંગ ફેડરેશન દ્વારા ગ્રંથનું વીમોચન દાહોદ અર્બન કો-ઓપરેટીવ બેંક લી ના ચેરમેન શ્રેયાંશભાઈ શેઠના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વર્ષ દરમિયાન જે ક્રેડિટ સોસાયટીઓએ સારી કામગીરી કરી હતી તેમને મહાનુભવના હસ્તે પ્રમાણપત્ર તથા મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં પ્રથમ નંબરે ધી સહયોગ કોઓ ક્રેડિટ સોસાયટી, દાહોદ તથા દ્વિતીય નંબરે ધી વર્ધમાન નાગરિક કોઓ ક્રેડિટ સોસાયટી સંજેલી તથા તૃતીય નંબર ધી સંજેલી વિભાગ અર્બન ક્રેડિટ સોસાયટી સંજેલી રહ્યા હતા આ પ્રસંગે પ્રવચનોમાં સેમિનારના અધ્યક્ષ સ્થાનેથી ગોપાલભાઈ ધનકાએ સારી સોસાયટી કર્મચારી અને બોર્ડ ઓફ ડિરેક્ટર સહયોગથી કામગીરી કરી શકે છે આ પ્રસંગે તેમને સોસાયટીઓએ હવે ડિજિટલ યુગમાં સોસાયટીઓને અપગ્રેડ કરી પ્રગતિ કરવી જોઈએ અને જે સંસ્થાઓને સારી કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા છે તેમણે અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે ગ્રંથના વિમોચક શ્રેયસભાઈ શેઠે સોસાયટીઓએ સહકાર મંત્રાલય દ્વારા અવારનવાર જે સુધારા વધારા સોસાયટીના હિતના હોય છે તેને અનુરૂપ સોસાયટીઓએ કામગીરી કરવી જોઈએ જેથી સોસાયટીઓ વધુ પ્રગતિ કરી શકે પૂર્વ સંયુક્ત રજીસ્ટર ગુજરાત રાજ્ય જે જે શાહ સાહેબ સહકારી સોસાયટીઓ કે મંડળીઓ અને કાયદાકીય કામગીરી અને ફરજો તથા સભાસદો કેવી રીતે બનાવવા અને બોર્ડ ઓફ ડિરેક્ટરની શું ફરજો એ અંગે વિસ્તૃત સમજ આપી હતી આ પ્રસંગે સોસાયટીઓ પોતાના સભાસદોના હિત માટે વીમા કંપની દ્વારા સભાસદોનો વીમો કવર થાય તે અંગે વીમા કંપનીના ફરહા સૈયદ દ્વારા વીમા કંપનીની જુદી જુદી સ્કીમો અંગે વિસ્તૃત સમજ આપી હતી જ્યારે આ પ્રસંગ જિલ્લા સહકારી સંઘના ચેરમેન કલ્સિંગભાઈ મેડા રાજ્ય ફેડરેશનના સીઈઓ દુષ્યંતસિંહભાઈ વાઘેલા શ્રીરામ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી ના ચેરમેન ભરતસિંહ સોલંકીએ પણ પ્રવચનો આપ્યા હતા. આ પ્રસંગ રાજ્ય ફેડરેશનના ડિરેક્ટર ચંદ્રકાંતાબેન ધાનકા ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન તથા આભાર વિધિ સહયોગના ડિરેક્ટર સાબિર શેખએ કર્યું હતું જ્યારે સમગ્ર સેમીનારને સફળ બનાવવા માટે જિલ્લા ફેડરેશનના સીઈઓ યોગેન્દ્ર કુમાર પાઠકે જહેમત ઉઠાવી હતી આ પ્રસંગે દાહોદ જિલ્લાની ક્રેડિટ સોસાયટીઓના ચેરમેન મંત્રી તથા ડિરેક્ટરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સેમીનારને સફળ બનાવ્યો હતો









