શહેરામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ૧૮૩ ગણેશ મૂર્તિઓનું શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન

પંચમહાલ ગોધરા

નિલેશભાઈ દરજી શહેરા

શહેરા: પંચમહાલ જિલ્લાના શહેરા નગરમાં શ્રદ્ધા અને ઉત્સાહભેર ઉજવાયેલા ગણેશ ઉત્સવનું ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ વાતાવરણમાં વિસર્જન સંપન્ન થયું હતું. વિવિધ ગણેશ મંડળો દ્વારા ડીજે, ઢોલ-નગારાના તાલે અને “ગણપતિ બાપ્પા મોરિયા”ના નાદ સાથે શોભાયાત્રા યોજીને વિઘ્નહર્તાને ભાવભીની વિદાય આપવામાં આવી હતી. સમગ્ર નગરમાં ઉત્સવનો ભારે માહોલ જોવા મળ્યો હતો અને કોઈપણ અપ્રિય બનાવ વગર આ ઉત્સવ સંપન્ન થયો હતો.

 

અંતિમ દિવસે પોલીસ સ્ટેશન ખાતેથી વિસર્જન યાત્રાનો પ્રારંભ થયો હતો, જે નગરના મુખ્ય બજાર, સિંધી ચોકડી, બસ સ્ટેશન રોડ અને હોળી ચકલા જેવા વિસ્તારોમાંથી પસાર થઈને સ્થાનિક તળાવ ખાતે પહોંચી હતી. આ વિસર્જન યાત્રા દરમિયાન કુલ ૧૮૩ ગણેશ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું, જેમાં ૧૭૦ નાની અને ૧૩ મોટી મૂર્તિઓનો સમાવેશ થતો હતો.

 

વિસર્જન પ્રક્રિયા દરમિયાન કોઈ અણબનાવ ન બને તે માટે શહેરા પોલીસ સ્ટેશનના પી.આઈ. એચ.વી. સિસારાની આગેવાની હેઠળ કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ ઉપરાંત શહેરા નગરપાલિકાના કર્મચારીઓ પણ સ્થળ પર હાજર રહ્યા હતા. નગરપાલિકા દ્વારા તળાવ ખાતે સુરક્ષા માટે કુશળ તરવૈયાઓ અને પર્યાપ્ત લાઈટિંગની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી.

34
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો