MORBI:મોરબી મહાનગરપાલિકા ફાયર શાખાની સરાહનીય કામગીરી: હોસ્પિટલના સ્ટાફને અપાઈ ફાયર ટ્રેનિંગ

મોરબી મહાનગરપાલિકાની અગ્નિશમન (ફायर) શાખા દ્વારા શહેરમાં જાન-માલની સુરક્ષા અને અગ્નિ સલામતી પ્રત્યે જાગૃતિ ફેલાવવાના હેતુસર સતત સઘન પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં (તા. ૨૮/૧૦/૨૦૨૬ થી ૦૩/૧૧/૨૦૨૬ દરમિયાન) ફાયર શાખા દ્વારા એક મહત્વપૂર્ણ અભિયાન અંતર્ગત એક હોસ્પિટલના ૧૫ જેટલા સ્ટાફને ફાયર પ્રિવેન્શન (અગ્નિ અટકાયત) અંગેની વિશેષ તાલીમ આપવામાં આવી હતી.

પ્રિવેન્શનના ભાગરૂપે મહાનગરપાલિકાની ટીમે બિલ્ડીંગોના ફાયર સેફ્ટી સર્ટિફિકેટ અને ફાયર સેફ્ટી સિસ્ટમના ઇન્સ્ટોલેશનનું સઘન ચેકિંગ હાથ ધર્યું હતું.
જે બિલ્ડીંગોમાં ફાયર સેફ્ટી સંબંધી અપૂર્ણતા કે ક્ષતિઓ જોવા મળી, તેમને નિયમોનુસાર નોટિસ આપવામાં આવી છે.
આ સાથે બિલ્ડીંગ સંચાલકોને પ્રિવેન્શનને લગતી જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શિકા (ગાઈડલાઈન) પણ પૂરી પાડવામાં આવી છે.
ફાયર સેફ્ટી પ્લાન એપ્રુવલ (FSPA) માટે કુલ ૦૪ અરજીઓ પ્રાપ્ત થઈ છે, જેને આગળની કાર્યવાહી માટે આર.એફ.ઓ. (RFO) કચેરીમાં ફોરવર્ડ કરવામાં આવી છે.
આ તાલીમ અને નિરીક્ષણ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય મોરબીના નાગરિકો અને સંસ્થાઓને ફાયર સેફટી વિશે માહિતગાર કરવાનો, ફાયર સાધનોનો યોગ્ય ઉપયોગ શીખવવાનો અને કોઈપણ ઇમરજન્સી વખતે તાત્કાલિક ધોરણે અગ્નિશમન શાખાનો સંપર્ક કરી નાની-મોટી દુર્ઘટનાઓ, જાનહાનિ કે મોટી આપદાઓને નિવારી જાન-માલનું રક્ષણ કરવાનો છે.ગત સપ્તાહ દરમિયાન મોરબીમાં કુલ ૦૭ ફાયર કોલ અને ૦૧ રેસ્ક્યુ કોલના બનાવો નોંધાયા હતા, જેમાં ફાયર જવાનો દ્વારા સરાહનીય અને ત્વરિત કામગીરી કરવામાં આવી હતી.: કોઈપણ પ્રકારની દુર્ઘટના કે ઇમરજન્સી સમયે ત્વરિત મદદ માટે મોરબી ફાયર અને ઇમરજન્સી સર્વિસનો નીચે મુજબના નંબરો પર સંપર્ક કરી શકો છો:૦૨૮૨૨ – ૨૩૦૦૫૦ – ૧૦૧ અથવ 112











