જામનગર શહેરમાં જળ સંકટ વચ્ચે પાણીનો વેડફાડ કરતા લોકો સામે મનપા ની કડક કાર્યવાહી

જામનગર શહેરમાં જળ સંકટ વચ્ચે પાણીનો વેડફાડ કરતા લોકો સામે મનપા ની કડક કાર્યવાહી

મનપા ના વોટર વર્કસ વિભાગ દ્વારા ગોકુલનગર ઝોનમાં સઘન ઝુંબેશ: ૧૪૩ નોટિસ, ૪૧,૦૦૦નો દંડ અને ૩ કનેક્શન કાપ્યા

જામનગર

(નયના દવે દ્વારા)

જામનગર તા. ૪,
હાલમાં પ્રવર્તી રહેલી જળ સંકટની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જામનગર મહાનગરપાલિકા દ્વારા પાણીનો બગાડ અટકાવવા માટે સઘન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કમિશનર તથા ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ, વોટર વર્કસ વિભાગના ગોકુલનગર ઝોન વિસ્તારમાં તંત્ર દ્વારા પ્રશંસનીય અને કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. કાર્યપાલક ઇજનેર નરેશ પટેલ અને નાયબ કાર્યપાલક ઇજનેર અલ્પેશ ચારણીયાની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ, જુનિયર ઇજનેર વિક્રમભાઈ ગરૈયા તથા તેમની ટીમે સક્રિય બનીને આ કામગીરી હાથ ધરી છે.

આ ઝુંબેશ અંતર્ગત વોટર વર્કસ વિભાગે લાલ આંખ કરી ગોકુલનગર ઝોનમાં પાણીનો વેડફાડ કરતા આસામીઓ સામે સખત પગલાં લીધા છે. તંત્ર દ્વારા ચેકિંગ દરમિયાન પાણીનો બગાડ કરતા આસામીઓને કુલ ૧૪૩ નોટિસ ફટકારવામાં આવી છે. આ ઉપરાંત, નિયમોનું ઉલ્લંઘન કરી પાણીનો વેડફાડ કરતા લોકો પાસેથી કુલ ૪૧,૦૦૦ રૂપિયાના દંડની રકમ પણ ભરપાઈ કરાવવામાં આવી છે. આટલું જ નહીં, પાણીના બગાડ અંગે કડક દાખલો બેસાડવા માટે તંત્ર દ્વારા ૩ આસામીઓના નળ કનેક્શન પણ કાપી નાખવામાં આવ્યા છે, જેથી અમૂલ્ય જળ સંપત્તિનો બચાવ કરી શકાય.

62
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો