હાલોલની સાથરોટા GIDCમાં બાલાજી નમકીનના ગોડાઉનમાં ભીષણ આગ,ફાયર બ્રિગેડની ટીમોએ ભારે જહમત બાદ આગ પર કાબૂ મેળવ્યો

રિપોર્ટર.કાદિર દાઢી.હાલોલ

તા.૮.૯.૨૦૨૬

હાલોલના સાથરોટા GIDC સ્થિત આવેલા એક વેપારી ગોડાઉનમાં ગત મોડી રાત્રે અચાનક ભીષણ આગ ભબકી ઊઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગોધરા રોડ પર આવેલ સાથરોટા GIDCમાં બાલાજી નમકીન A.V. ડિસ્ટ્રીબ્યુટર્સના ગોડાઉનમાં ગત મોડી રાત્રિના આશરે 3 કલાકે અચાનક આગ લાગી હતી.બનાવની જાણ થતાં જ ફાયર કંટ્રોલ રૂમ દ્વારા તુરંત જ હાલોલ ફાયર ફાઈટરની ટીમને ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. જોકે, ગોડાઉનમાં જ્વલનશીલ સામગ્રી અને પેકિંગ મટીરીયલના કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગની ભયાનકતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ધોરણે કાલોલ ફાયર ટીમ તથા પોલીકેબ ફાયર ટીમની મદદ પણ બોલાવવામાં આવી હતી.હાલોલ, કાલોલ અને પોલીકેબ ફાયર બ્રિગેડની સંયુક્ત ટીમોએ ઘટનાસ્થળે પહોંચીને સતત પાણીનો મારો ચલાવ્યો હતો. ફાયર ફાઈટરોના ભારે પરિશ્રમ અને સંયુક્ત કામગીરીના અંતે આખરે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવવામાં સફળતા મળી હતી. સમયસૂચકતા અને ઝડપી કામગીરીના કારણે મોટી જાનહાનિ ટળી હતી.

23
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો