MORBI:મોરબી મહાનગરપાલિકા ફાયર શાખા દ્વારા હોસ્પિટલ સ્ટાફને અપાઈ ફાયર પ્રિવેન્શનની તાલીમ આપી.

MORBI:મોરબી મહાનગરપાલિકા ફાયર શાખા દ્વારા હોસ્પિટલ સ્ટાફને અપાઈ ફાયર પ્રિવેન્શનની તાલીમ આપી.

મોરબી મહાનગરપાલિકાની અગ્નિશમન (ફાયર) શાખા દ્વારા શહેરમાં આગ અકસ્માત નિવારણ અને સુરક્ષાના ભાગરૂપે તા. ૨૩/૦૯/૨૦૨૬ થી ૨૯/૦૯/૨૦૨૬ દરમિયાન સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશ હેઠળ ૦૧ હોસ્પિટલમાં ૪૫ સ્ટાફકર્મીઓને ફાયર પ્રિવેન્શન અને આગ નિયંત્રણની તાલીમ આપવામાં આવી હતી.

તાલીમ ઉપરાંત, ફાયર ટીમ દ્વારા હોસ્પિટલ તેમજ સંબંધિત બિલ્ડિંગના ફાયર સેફ્ટી સર્ટિફિકેટ (NOC) અને ઇન્સ્ટોલ કરેલી ફાયર સેફ્ટી સિસ્ટમનું સ્થળ પર ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં ત્રુટિઓ અને ખામીઓ જણાતા સંબંધિત બિલ્ડિંગને નોટિસ ફટકારવામાં આવી હતી અને અગ્નિ સુરક્ષા અંગે જરૂરી ગાઈડલાઈન તથા સૂચનાઓનું કડક પાલન કરવા જણાવાયું હતું.

આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકો અને સ્ટાફ ફાયર સાધનોના યોગ્ય ઉપયોગથી માહિતગાર થાય તેમજ કોઈ પણ કટોકટી કે ઈમરજન્સી સમયે તાત્કાલિક ધોરણે પગલાં ભરી નાની-મોટી દુર્ઘટનાઓ, જાનહાનિ કે મોટી આપત્તિ નિવારી શકાય તે માટેનો છે.

દરમિયાન, શહેરમાં નોંધાયેલા ૦૧ ફાયર કોલ અને ૦૧ રેસ્ક્યુ કોલ સંદર્ભે ફાયર જવાનોએ તાકીદે ઘટનાસ્થળે પહોંચી સફળતાપૂર્વક કામગીરી પૂર્ણ કરી હતી.

પાલિકા તંત્ર દ્વારા જણાવાયું છે કે કોઈપણ પ્રકારની આગ કે આપત્તિજનક દુર્ઘટના સમયે નાગરિકો મોરબી ફાયર અને ઈમરજન્સી સર્વિસના ટેલિફોન નંબર (૦૨૮૨૨) ૨૩૦૦૫૦, હેલ્પલાઇન ૧૦૧ અથવા ૧૧૨ પર તાત્કાલિક સંપર્ક કરી શકે છે.

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો