ભરૂચ : નબીપુર-ઝનોર માર્ગ પર ગમખ્વાર અકસ્માત: ત્રણનાં મોત, એકની હાલત ગંભીર

સમીર પટેલ, ભરૂચ

ભરૂચ તાલુકાના નબીપુર-ઝનોર માર્ગ પર એક્ટિવા અને બાઈક વચ્ચે સામસામે જોરદાર ટક્કર થતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે પુરુષ અને એક મહિલાનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં, જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતાં ચકચાર મચી ગઈ છે.

અકસ્માત એટલો ભયાનક હતો કે ત્રણ વ્યક્તિઓએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યા હતા. ઘટનાની જાણ થતાં આસપાસના લોકોનાં ટોળાં ઘટનાસ્થળે એકત્રિત થઈ ગયાં હતાં.

અકસ્માતને પગલે માર્ગ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગંભીર રીતે ઘાયલ વ્યક્તિને સારવાર માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

નબીપુર-ઝનોર માર્ગ પર સર્જાયેલા આ ગમખ્વાર અકસ્માતને પગલે પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. હાલતો ઘટના સ્થળે નબીપુર પોલીસે પોહચી તપાસ હાથ ધરી છે અને અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો અને મૃતકોની ઓળખ સહિતની વિગતો મેળવવાની તજવીજ હાથ ધરી છે.

48
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો