તા.૧૯.૦૯.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Fatepura:દાહોદના ફતેપુરામાં ST બસ અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત: રાજસ્થાનના ૨૫ વર્ષીય યુવકનું મો*ત, એક ગંભીર
દાહોદ જિલ્લાના ફતેપુરાના મોટીશેરો ગામની શેરો ચોકડી પાસે ગુજરાત એસ.ટી. નિગમની બસ અને મોટરસાઇકલ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં મોટરસાઇકલ ચાલક ૨૫ વર્ષીય રાજસ્થાનના યુવકનું કરૂણ મો*ત નીપજ્યું છે, જ્યારે અન્ય એક યુવક ગંભીર રીતે ઘાયલ બહેનના ઘરે જતા નડ્યો અકસ્માત રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના ગાંગડતલાઈ તાલુકાના ભોંગાપુરા ગામના રહેવાસી વિકેશ ગરાસીયા (ઉંમર ૨૫ વર્ષ) તેમના કુટુંબી ભાઈ કલ્પેશ ગરાસીયા સાથે મોટરસાઇકલ પર સવાર થઈને ગુજરાતના કંકાસીયા ગામે રહેતી પોતાની બહેનના ઘરે જવા નીકળ્યા હતા.એસ.ટી. બસે મારી ટક્કર: સાંજે સાડા ચાર વાગ્યાની આસપાસ તેઓ જ્યારે મોટીશેરો ગામની શેરો ચોકડી પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે ઝાલોદ તરફથી આવી રહેલી ગુજરાત એસ.ટી. નિગમની સરકારી બસ (નંબર: GJ 18 ZT 2781)ના ચાલકે ગફલતભરી રીતે તેમની બાઇકને જોરદાર ટક્કર મારી હતી.સારવાર દરમિયાન મોત: આ અકસ્માતમાં બાઇક ચાલક વિકેશભાઈને છાતી, માથા અને પીઠના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જ્યારે પાછળ બેઠેલા કલ્પેશભાઈને ડાબા પગે ફ્રેક્ચર સહિતની ઈજાઓ થઈ હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી બંનેને ફતેપુરા સરકારી દવાખાને ખસેડ્યા હતા.હોસ્પિટલ લઈ જતા દમ તોડ્યો: વિકેશભાઈની હાલત વધુ ગંભીર જણાતા ડૉક્ટરોએ તેમને દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે રીફર કર્યા હતા. જોકે, રસ્તામાં જ તેમની તબિયત વધુ લથડતાં તેમને તાત્કાલિક ઝાલોદ સરકારી હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં ફરજ પરના ડૉક્ટરોએ તેમને મૃ*ત જાહેર કર્યા હતા.પોલીસ કાર્યવાહી:આ દુઃખદ ઘટનાને પગલે મૃ*તકના મોટાભાઈ શંકર ગરાસીયાએ સરકારી બસના ચાલક વિરુદ્ધ ફતેપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને ફરાર બસ ચાલક સામે આગળની કાયદેસરની કાર્યવાહી અને તપાસ શરૂ કરી છે










