માનનીય સાંસદ વિનોદભાઈ ચાવડાના હસ્તે ભુજ ખાતે EDII દ્વારા થનાર દોરી વર્ક (મેકરમ ક્રાફ્ટ) તાલીમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

ભુજ,તા-૨૦ સપ્ટેમ્બર : કચ્છ જિલ્લાના જરૂરિયાતમંદ બહેનોને કૌશલ્યવર્ધન દ્વારા આત્મનિર્ભર બનાવવા અને તેમના માટે ટકાઉ આજીવિકાની તકો ઊભી કરવાના હેતુસર Entrepreneurship Development Institute of India (EDII) દ્વારા Standard Chartered Bankના સહયોગથી ભુજ ખાતે Micro Skillpreneurship Development Programme (MSDP) અંતર્ગત વિવિધ કૌશલ્યવર્ધન તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.આ જ શ્રેણી અંતર્ગત ભુજ ખાતે દોરી વર્ક (Macramé Craft) અંગેની એક માસિક કૌશલ્યવર્ધન તાલીમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ તાલીમનું ઉદ્ઘાટન કચ્છ લોકસભા મતવિસ્તારના માનનીય સાંસદ વિનોદભાઈ ચાવડાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલીમાર્થી બહેનોને પ્રોત્સાહિત કરતાં તેમણે કૌશલ્ય વિકાસ, સ્વરોજગાર અને આત્મનિર્ભરતા તરફ આગળ વધવાના મહત્વ પર ભાર મૂક્યો હતો,તા. 21 સપ્ટેમ્બર 2026થી તા. 16 ઑક્ટોબર 2026 દરમિયાન યોજાનારી આ તાલીમમાં ભુજની આશરે 35થી 40 બહેનો સહભાગી બની રહી છે. તાલીમ દરમિયાન બહેનોને દોરી વર્ક તથા મેક્રેમે ક્રાફ્ટના વિવિધ ઉત્પાદનો તૈયાર કરવા અંગે વ્યવહારુ તાલીમ આપવામાં આવશે, જેથી તેઓ તાલીમ પૂર્ણ કર્યા બાદ આ કૌશલ્યને આવકના સ્ત્રોતમાં પરિવર્તિત કરી શકે અને સ્વરોજગાર તરફ આગળ વધી શકે.આ સમગ્ર તાલીમ કાર્યક્રમનું સંચાલન EDIIના પ્રોજેક્ટ મેનેજર શ્રી દીપક પી. શેખાના નેતૃત્વ હેઠળ તથા પ્રશિક્ષક હીરાબેન ગઢવીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહ્યું છે.

EDII દ્વારા Standard Chartered Bankના સહયોગથી અમલમાં મૂકવામાં આવી રહેલા MSDP પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ કચ્છ જિલ્લાના જરૂરિયાતમંદ મહિલાઓ તથા યુવાવર્ગને બજારલક્ષી કૌશલ્યો પ્રદાન કરીને કૌશલ્ય વિકાસ, સ્વરોજગાર, આજીવિકા સર્જન અને ઉદ્યોગસાહસિકતા તરફ પ્રોત્સાહિત કરવાનો છે.કચ્છની પરંપરાગત કલા અને હસ્તકલા સાથે જોડાયેલા વિવિધ ક્ષેત્રોમાં તાલીમ દ્વારા સ્થાનિક કૌશલ્યોને આર્થિક તકો સાથે જોડવાનો પ્રયાસ પણ કરવામાં આવી રહ્યો છે. ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન કચ્છ જિલ્લામાં વિવિધ ક્રાફ્ટ અને કૌશલ્ય ક્ષેત્રોમાં આવી અનેક તાલીમોનું આયોજન કરવામાં આવનાર છે.આ પહેલના માધ્યમથી તાલીમાર્થીઓ માત્ર કૌશલ્ય પ્રાપ્ત કરે તે જ નહીં, પરંતુ પોતાના કૌશલ્યને સ્વરોજગાર અને ઉદ્યોગસાહસિકતામાં રૂપાંતરિત કરી આત્મનિર્ભર બને તે દિશામાં EDII દ્વારા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

33
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો