નવસારી રૂરલ પોલીસની ટીમે દારૂની હેરાફેરીના બે કેસ ઝડપી પાડ્યા: રૂ.22.09 લાખનો મુદ્દામાલ જપ્ત

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

નવસારી જિલ્લામાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી સામે નવસારી ગ્રામ્ય પોલીસે અસરકારક કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની ટીમે અલગ-અલગ બે વાહનોમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ, વ્હિસ્કી, બિયર અને વોડકા સહિત કુલ 4,470 નંગ દારૂની બોટલો-ટિન ઝડપી પાડી છે. દારૂના જથ્થા સહિત કુલ રૂ.22,09,560નો મુદ્દામાલ જપ્ત કરી બે અલગ ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે કંબાડા ગામની હદમાં ગણદેવા-ખારેલથી સુરત તરફ જતા નેશનલ એક્સપ્રેસ-વે પર અશોક લેલેન્ડ ટેમ્પો નં. MH-04-JK-5581ને ઝડપી તપાસ હાથ ધરાઈ હતી. ટેમ્પોના પાછળના ભાગમાં બનાવેલા મોટા ચોરખાનામાં છુપાવી રાખેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો 3,360 બોટલનો જથ્થો, અંદાજે 604.800 લીટર, જેની કિંમત રૂ.10.92 લાખ હોવાનું જણાવાયું છે. અન્ય મુદ્દામાલ સાથે ટેમ્પોમાંથી કુલ રૂ.17.97 લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો. બીજા બનાવમાં આમડપોર ઓવરબ્રિજ ઉપર NH-48 પર મુંબઈથી અમદાવાદ તરફ જતી સફેદ રંગની મારુતિ સ્વિફ્ટ કાર નં. GJ-19-AM-4071 અકસ્માતગ્રસ્ત હાલતમાં મળી આવી હતી. કારમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો, ટિન બિયર અને વોડકા મળી કુલ 1,110 નંગ, અંદાજે 222.840 લીટર, કિંમત રૂ.2,62,560નો દારૂ મળી આવ્યો હતો. અન્ય મુદ્દામાલ સાથે આ કેસમાં કુલ રૂ.4,12,560નો મુદ્દામાલ જપ્ત કરાયો છે.પોલીસે બંને બનાવોમાં ગુના નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ટેમ્પો નં. MH-04-JK-5581ના ચાલક ઋષીભાઈ ધીરુભાઈ દેવલવાણીયા, રાજકોટના રહેવાસી, તેમજ ટેમ્પોમાં ક્લીનર સાઈડમાં બેઠેલો અજાણ્યો ઈસમ વોન્ટેડ હોવાનું જણાવાયું છે. સ્વિફ્ટ કારના ચાલકની ઓળખ પણ તપાસમાં બહાર આવવાની બાકી છે. નવસારી ગ્રામ્ય પોલીસની આ કાર્યવાહીથી દારૂની ગેરકાયદેસર હેરાફેરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. કામગીરીમાં પોલીસ ઈન્સ્પેક્ટર વી.જી. ભરવાડ સહિત PSI, ASI અને પોલીસ કર્મચારીઓની ટીમ જોડાઈ હતી.

33
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો