થાનગઢમાં રૂ.69 કરોડના ખર્ચે ભૂગર્ભ ગટર ફેઇઝ-2 યોજનાનું ખાતમુહૂર્ત કરતા પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલા

તા.27/09/2026/બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર 

 

સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ગ્રાન્ટ મંજૂર થતાં નગરપાલિકા પર કોઈ આર્થિક ભારણ નહીં રહે

 

સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ગ્રાન્ટ મંજૂર થતાં નગરપાલિકા પર કોઈ આર્થિક ભારણ નહીં રહે, સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ખાતે નગરજનોના આરોગ્ય, સ્વચ્છતા અને આંતરમાળખાકીય સુવિધાઓમાં વધારો કરતી મહત્ત્વપૂર્ણ યોજનાનો પ્રારંભ થયો છે. જિલ્લા પ્રભારી અને રાજ્યના શહેરી વિકાસ તથા શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાના વરદહસ્તે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂ. ૬૯ કરોડના ખર્ચે તૈયાર થનારી ભૂગર્ભ ગટર ફેઇઝ-૨ યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ખાતમુહૂર્ત પ્રસંગે યોજાયેલા સમારંભમાં મંત્રી દર્શનાબેન વાઘેલાએ જણાવ્યું હતું કે, થાનગઢ નગરમાં રૂ. ૬૯ કરોડના ખર્ચે કુલ ૬૦ કિલો મીટરના વિસ્તારમાં નવી અંડરગ્રાઉન્ડ ગટર લાઇન નાખવામાં આવશે. આ કામગીરી પૂર્ણ થવાથી ભવિષ્યમાં ડ્રેનેજની સમસ્યામાંથી મુક્તિ મળશે, ગંદા પાણીનો યોગ્ય નિકાલ થશે અને નગરની સ્વચ્છતા તથા સુંદરતામાં નોંધપાત્ર વધારો થશે. આ સાથે જ માળખાકીય સુવિધા સુદૃઢ બનાવવા RCC રોડનું નિર્માણ પણ કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યના વિકાસ અંગે વાત કરતા મંત્રીએ ઉમેર્યું હતું કે, સરકાર એ નિશ્ચિત કરી રહી છે કે કોઈ પણ ગામ કે નગર વિકાસથી વંચિત ન રહે. આજે ગ્રામ્ય વિસ્તારોમાં ૨૪ કલાક સાતત્યપૂર્ણ વીજળી મળવાથી કૃષિ ક્ષેત્ર તેમજ સામાન્ય જનજીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે. નગર પાલિકાઓની આર્થિક આત્મનિર્ભરતા અંગે તેમણે જણાવ્યું કે, વર્ષ ૨૦૦૫માં તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિથી શરૂ કરાયેલી યોજનાઓના પરિણામે આજે સ્થાનિક સંસ્થાઓને સીધી ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. થાનગઢ માટે મંજૂર થયેલી આ ગ્રાન્ટ ‘મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજના’ અંતર્ગત હોવાથી સ્થાનિક તંત્ર પર કોઈ નાણાકીય ભારણ આવશે નહીં. મંત્રીએ સ્થાનિક પદાધિકારીઓને ખાતરી આપી હતી કે થાનગઢના વિકાસમાં આવતી તમામ અડચણોનો સત્વરે નિકાલ કરવામાં આવશે. કાર્યક્રમના પ્રારંભે થાનગઢ નગરપાલિકા પ્રમુખ પ્રદ્યુમનસિંહ રાણાએ શાબ્દિક સ્વાગત કરી પ્રોજેક્ટની રૂપરેખા આપી હતી અને તેને સ્વચ્છ તથા વિકસિત થાનગઢ તરફનું એક મોટું કદમ ગણાવ્યું હતું. આ પ્રસંગે અગ્રણી પ્રતાપભાઈ ખાચર દ્વારા પ્રસંગોચિત ઉદબોધન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન મંત્રીનું ઝાલાવાડની આગવી ઓળખ સમી ભરતકામની કોટી, છત્રી, શાલ અને પુષ્પગુચ્છ અર્પણ કરીને અદકેરું સ્વાગત કરાયું હતું. આ ખાતમુહૂર્ત પ્રસંગે અગ્રણી મુળુભા ગઢવી, શ્રીમતી ગીતાબેન માલકિયા, લક્ષ્મણભાઈ અલગોતર સહિત નગરપાલિકાના સદસ્યો, પ્રાંત અધિકારી એસ. વી. કલસરીયા, મામલતદાર પી. જી. સોલંકી, પ્રાદેશિક ચીફ ઓફિસર નીતિનભાઈ બોડાત, ચીફ ઓફિસર એચ.એન. ગોહિલ તેમજ વિવિધ વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ અને વિશાળ સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

36
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

મહેસાણાના ‘પ્રોજેક્ટ પાથ’નો દેશભરમાં ડંકો રાષ્ટ્રીય ગુડ ગવર્નન્સ વેબિનારમાં મહેસાણા મોડેલની સફળતાનું પ્રસ્તુતીકરણ; શિક્ષણ ક્ષેત્રે પ્રધાનમંત્રી એવોર્ડ વિજેતા પ્રોજેક્ટની કામગીરીને રાષ્ટ્રીય સ્તરે બિરદાવાઈ

Horoscope

Weather

વધુ વાંચો

મહેસાણાના ‘પ્રોજેક્ટ પાથ’નો દેશભરમાં ડંકો રાષ્ટ્રીય ગુડ ગવર્નન્સ વેબિનારમાં મહેસાણા મોડેલની સફળતાનું પ્રસ્તુતીકરણ; શિક્ષણ ક્ષેત્રે પ્રધાનમંત્રી એવોર્ડ વિજેતા પ્રોજેક્ટની કામગીરીને રાષ્ટ્રીય સ્તરે બિરદાવાઈ

જિલ્લા

શહેર પસંદ કરો