મહીસાગરના લુણાવાડા માં રહેતા નિશાબેન પ્રજાપતિ દ્વારા બનાવેલા ગરબા આકર્ષણનું કેન્દ્ર બન્યા

મહીસાગરના લુણાવાડા માં રહેતા નિશાબેન પ્રજાપતિ દ્વારા બનાવેલા ગરબા આકર્ષણનું કેન્દ્ર બન્યા

રિપોર્ટર અમીન કોઠારી મહીસાગર

મહીસાગર જિલ્લાના લુણાવાડામાં રહેતા સુથારવાસમાં પ્રજાપતિ નિશાબેન જયંતીલાલ તેમના પરિવાર સાથે તેઓ પરંપરાગત રીતે ચાલતા માટીના ગરબા બનાવવાની છેલ્લી ત્રણ પેઢીથી ચાલતા વારસાગત પરંપરાને જાળવી રાખવા અને જાતે ગુજરાતી વિષય ઉપર સ્નાતક થઈને પણ તેઓ પોતાના પરિવાર સાથે પોતાનું ઘર કામ કરતા કરતા પણ આ ગુજરાતીઓનો તહેવાર ગણાતા નવરાત્રીમાં માં જગદંબાના ગરબા અવનવા બનાવવાની પરંપરાગત જાળવી રાખી આનંદ અનુભવે છે

નવરાત્રીના દોઢ મહિનો બાકી હોય ત્યારથી જ નિશાબેન પોતાના પરિવાર સાથે ગરબા બનાવવાની શરૂઆત કરતા હોય છે અંદાજિત દોઢ મહિનામાં 1000 થી વધુ ગરબા બનાવી ગ્રાહકોની ડિમાન્ડ આવન નવી ડિઝાઇનો તેમજ અવનવા રંગોવાળા ગરબા બનાવી ગ્રાહકોના દિલનું નું આકર્ષણનું કેન્દ્ર બને છે હાથની બનાવટ વાળા ગરબા ગ્રાહકોમાં વધુમાં વધુ ડિમાન્ડ જોવા મળતી હોય છે

35 વષૅની નિશા પ્રજાપતિ એમ.એ.બી.એડ થયા બાદ પણ રોજગારી ના મળતા પોતાના પરિવાર સાથે પોતાની પરંપરાગત ચાલતો ધંધો અપનાવા નો નિર્ણય કર્યો આ દોઢ મહિનાના સમયગાળામાં પોતાના પરિવાર સાથે મળીને સારી એવી ઇન્કમ પણ તેઓ એકઠી કરી રહ્યા છે અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે

ગુજરાતીઓ નવરાત્રિની મજા માણવાના છે ત્યારે દરેક લોકોને ગરબા ખરીદવાનો આનંદ કંઈક અલગ જ છે ત્યારે નિશાબેન ને અલગ અલગ પ્રકારની ડિઝાઇનો વાળા ગરબા ના એડવાન્સમાં ઓર્ડર પણ આવતા હોય છે અને તેઓ ગ્રાહકોની સારા ગરબા તૈયાર કરી આપી ગ્રાહકોને સંતોષ એ જ અમારો નફો તેઓ જણાવ્યું હતું અને દિવાળી ના તહેવાર ઉપર અવનવી ડિઝાઈનવાળા કોડિયા પણ તેઓના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે.

36
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

મહેસાણાના ‘પ્રોજેક્ટ પાથ’નો દેશભરમાં ડંકો રાષ્ટ્રીય ગુડ ગવર્નન્સ વેબિનારમાં મહેસાણા મોડેલની સફળતાનું પ્રસ્તુતીકરણ; શિક્ષણ ક્ષેત્રે પ્રધાનમંત્રી એવોર્ડ વિજેતા પ્રોજેક્ટની કામગીરીને રાષ્ટ્રીય સ્તરે બિરદાવાઈ

Horoscope

Weather

વધુ વાંચો

મહેસાણાના ‘પ્રોજેક્ટ પાથ’નો દેશભરમાં ડંકો રાષ્ટ્રીય ગુડ ગવર્નન્સ વેબિનારમાં મહેસાણા મોડેલની સફળતાનું પ્રસ્તુતીકરણ; શિક્ષણ ક્ષેત્રે પ્રધાનમંત્રી એવોર્ડ વિજેતા પ્રોજેક્ટની કામગીરીને રાષ્ટ્રીય સ્તરે બિરદાવાઈ

જિલ્લા

શહેર પસંદ કરો